Navratri Songs: નવરાત્રી દરમિયાન આ બોલિવૂડ સોંગ્સ પર બનાવો ઇન્સ્ટા રીલ્સ, થઈ શકો છો વાયરલ

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 14 Oct 2023 11:13 AM (IST)Updated: Sat 14 Oct 2023 11:13 AM (IST)
top-trending-bollywood-songs-to-use-in-navratri-2023-for-instagram-reels-214382

Navratri Bollywood Songs: આજકાલ મોટાભાગના લોકો એમાં પણ ખાસ કરીને યુવાઓ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવાનો શોખ ધરાવે છે. ત્યારે હવે નવરાત્રી શરૂ થવા જઈ રહી છે, એવામાં સોશિયલ મીડિયાના જમાનામાં મોટાભાગના લોકો ઈન્સ્ટા રિલ્સ બનાવે છે. ત્યારે જાણો નવરાત્રી દરમિયાન ક્યાં બોલિવૂડ સોંગ્સ પર ઇન્સ્ટા રીલ્સ બનાવવાથી તમને પ્રશંસા મળશે.

ઢોલીડા

આ સોંગ આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' નું છે. સંજય લીલા ભણસાલી નિર્દેશિત આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ સોંગમાં પર જબરદસ્ત ગરબા કરીને ડાન્સ રીલ બનાવી શકાય છે.

નગાડા સંગ ઢોલ

સંજય લીલા ભણસાલી નિર્દેશિત ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા'માં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું સોંગ નગાડા સંગ ઢોલ પર એનર્જીથી ભરપૂર ગ્રુપ ડાન્સ રીલ બનાવી શકાય છે.

ઢોલી તારો ઢોલ વાગે

વર્ષ 1999માં રિલીઝ થયેલી સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગન સ્ટારર ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'નું નિર્દેશન પણ સંજય લીલા ભણસાલીએ જ કર્યું હતું. આ ફિલ્મનું સોંગ 'ઢોલી તારો ઢોલ વાગે' આજે પણ દર્શકોનું મનપસંદ ગીત છે. આ સોંગ પર પણ ગ્રુપ ડાન્સ બનાવી શકાય છે.

છોગાળા તારા

વર્ષ 2018ની ફિલ્મ 'લવયાત્રી'નું સોંગ છોગાળા તારા ફિલ્મ કરતા પણ વધુ હિટ રહ્યું હતું. આ સોંગ પર શાનદાર રિલ્સ બનાવી શકાય છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.