Heart Patient:શુ હૃદયની બિમારી ધરાવતા લોકોએ કાજુ-બદામનું સેવન કરવું જોઈએ કે નહીં, જાણો આ માહિતી

Heart Patient:હૃદયની બીમારીનો સામનો કરતાં લોકોએ તેમના આહારને લઈ વિશેષ સાવધાની રાખવી જોઈએ. તેમણે ઓઈલી ફૂડ્સ અને વધારે મસાલાયુક્ત આહારનું સેવન કરવાથી બચવું જોઈએ.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 09 Nov 2026 12:57 PM (IST)Updated: Mon, 09 Nov 2026 12:57 PM (IST)
should-people-with-heart-conditions-consume-cashews-and-almonds-find-out-here

Heart Patient:હૃદયની બીમારીનો સામનો કરતાં લોકોએ તેમના આહારને લઈ વિશેષ સાવધાની રાખવી જોઈએ. તેમણે ઓઈલી ફૂડ્સ અને વધારે મસાલાયુક્ત આહારનું સેવન કરવાથી બચવું જોઈએ. જોકે એક પ્રશ્ન દર્દીના મનમાં રહે છે કે શું હાર્ટની સમસ્યા ધરાવતા દર્દીએ કાજુ-બદામનું સેવન કરવું જોઈએ કે નહીં.આ અંગે નિષ્ણાતો

નિષ્ણાતોનું માનવું છે કે હાર્ટના દર્દી કાજુ અને બદામનું સેવન કરી શકે છે. હકીકતમાં આ બન્ને ડ્રાઈ ફ્રુટ્સ હાર્ટના સ્વાસ્થ માટે લાભદાયક બની શકે છે. તેમાં રહેલા હેલ્ધી ફેટ્સ, ફાઈબર, પ્રોટીન, વિટામીન અને મિનરલ્સ હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

બદામમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ, ફાઈબર અને વિટામિન E વિપુલ પ્રમાણમાં હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL ઓછું કરે છે અને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચવામાં મદદ કરી શકે છે. એવી જ રીતે કાજુમાં મેગ્નેશિયમ, કોપર અને હેલ્ધી ફેટ્સ રહેલા હોય છે,જે સામાન્ય રીતે હૃદયને લગતા જોખમને ઓછા કરવામાં મદદ મળી શકે છે.

હાર્ટને લગતા દર્દીઓએ દૈનિક આશરે 20-30 ગ્રામ એટલે કે એક નાની એવી મુઠ્ઠી ડ્રાઈ ફ્રુટનું સેવન કરી શકે છે. તેમાં 5-6 બદામ અને 3-4 કાજુ સમાવેશ થાય છે. જોકે અહીં ફકત વ્યક્તિની કૂલ કેલરીની જરૂર અને સ્વાસ્થની સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે.

સામાન્ય રીતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ

  • મીંઠા વગરના અને કાચા સામાન્ય સેકેલ નટ્સનું સેવન કરવું જોઈએ.
  • મીઠું ચડાવેલ, તળેલું, અથવા ખાંડથી કોટેડ સૂકા ફળો ટાળો.
  • જો દર્દીને કિડનીની બીમારી, ઉચ્ચ પોટેશિયમ સ્તર, બદામની એલર્જી હોય, તો ડૉક્ટરની સલાહ લો.