Sad Shayari Gujarati: જ્યારે દિલનું દુઃખ વ્યક્ત ન કરી શકાય, ત્યારે આ શાયરી કામ આવશે

Sad Shayari Gujarati | ઉદાસ શાયરી ગુજરાતી | સેડ શાયરી ગુજરાતી: અહીં અમે તમારા માટે કેટલીક એવી પસંદગીની શાયરીઓ લાવ્યા છીએ, જે હૃદયની ઊંડી લાગણીઓ અને પીડાને વ્યક્ત કરે છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 11 Sep 2025 03:59 PM (IST)Updated: Thu 11 Sep 2025 03:59 PM (IST)
sad-shayari-images-status-gujarati-601385

Sad Shayari Gujarati | ઉદાસ શાયરી ગુજરાતી | સેડ શાયરી ગુજરાતી: જીવનમાં કેટલીક એવી ક્ષણો આવે છે જ્યારે હૃદય દુઃખ અને પીડાથી ભરાઈ જાય છે. આ સંજોગોમાં લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી અતિ મુશ્કેલ બની જાય છે. પ્રેમમાં દગો, મિત્રતામાં વિશ્વાસઘાત, અથવા જીવનની સામાન્ય ઉદાસી - આ બધી પીડા આપણને અંદરથી ખોખલી કરતી રહે છે.

આવી પરિસ્થિતિઓમાં, શાયરી એ આપણા મનની અકથિત લાગણીઓને વાચા આપવાનું એક ઉત્તમ માધ્યમ બને છે. તે આપણા દુઃખને હળવું કરવામાં મદદ કરે છે અને આપણને એક એવો અવાજ આપે છે જે શબ્દોમાં કહી શકાતો નથી.

અહીં અમે તમારા માટે કેટલીક એવી પસંદગીની શાયરીઓ લાવ્યા છીએ, જે હૃદયની ઊંડી લાગણીઓ અને પીડાને વ્યક્ત કરે છે. આ શાયરી તમારા દુઃખ પર મલમનું કામ કરશે અને તમને લાગશે કે આ લાગણીઓ માત્ર તમારી એકલાની નથી.

સેડ શાયરી ગુજરાતી | Sad Shayari Gujarati

હું ગુનેગાર છું
તો પણ મારો પોતાનો જ,
મેં પોતાની સિવાય કોઈ બીજાનું
ક્યારેય ખરાબ નથી કર્યું !!

ફરિયાદો એટલી છે
કે દિલ ફાટી રહ્યું છે અને
ધીરજ એટલી છે કે હું મારા
હાલ પર ખુશ છું !!

ખોટા માણસો કરતા
વધારે સજા આજકાલ સારા
માણસોને મળે છે !!

જ્યારે સમય ખરાબ હોય
ત્યારે રસ્તામાં પડેલો નાનો પથ્થર
પણ ઊંડો ઘાવ દઈ જાય છે !!

ઉધઈ જિંદગીભર
લાકડાને ખાતી રહી અને
લાકડું બિચારું ભ્રમમાં રહ્યું કે
લગાવ વધારે છે !!

અમુક ઘા
એટલા ઊંડા હોય છે કે
માણસ ધારે તો પણ એને
ભૂલી નથી શકતો !!

જ્યારે આપણી પરિસ્થિતિ
ખરાબ હોય ત્યારે આપણા પોતાના
પણ આપણી સાથે પારકા જેવું
વર્તન કરવા લાગે છે !!

સાહેબ હું એ જ
શીખવામાં કાચો રહી ગયો,
અહીંયા કિંમત રૂપિયાની હતી અને હું
લાગણીઓ ફંફોળતો રહી ગયો !!

જે તમારા દુઃખને
મહેસુસ ના કરી શકે,
એને ફરિયાદ કરવાનો
કોઈ ફાયદો નથી !!

લોકોને જ્યારે જરૂર હતી
ત્યારે ઉઘાડા પગે ગયા હતા અમે,
અમારો વારો આવ્યો તો બધાને
તડકો લાગવા લાગ્યો !!