Saal Mubarak Gujarati Wishes 2025: સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા, શુભકામના, શાયરી અને સુવિચાર

નવા વર્ષ નિમિત્તે, અમે તમારા મિત્રો અને પરિવારને એક ખાસ અને અનોખી રીતે શુભેચ્છા પાઠવવામાં મદદરૂપ થાય તેવા કેટલાક ખૂબ જ ખાસ સંદેશાઓ લાવ્યા છીએ.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 19 Oct 2025 12:06 PM (IST)Updated: Sun 19 Oct 2025 12:06 PM (IST)
saal-mubarak-gujarati-wishes-623617

Saal Mubarak Gujarati Wishes 2025: ગુજરાતી સંસ્કૃતિમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા નૂતન વર્ષ અથવા બેસતા વર્ષ નો પ્રારંભ થવામાં હવે ગણતરીના કલાકો બાકી છે. આ વર્ષે, આ શુભ પર્વ 22 ઓક્ટોબર, 2025 ના રોજ આવી રહ્યું છે. હિંદુ પંચાંગ મુજબ, દિવાળીના બીજા દિવસે, કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ગુજરાતમાં નવા વર્ષનો ઉમંગભેર પ્રારંભ થાય છે.

નવા વર્ષની શરૂઆત સાથે જ વિશ્વભરના ગુજરાતીઓ આ ઉજવણીઓને આવકારવા માટે ઉત્સાહભેર તૈયાર છે. લોકો તેમના પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે મળીને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે, જે નવી આશા અને ઉત્સાહ લઈને આવે છે.

આજના ડિજિટલ યુગમાં, નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવાનો ટ્રેન્ડ બદલાયો છે. લોકો હવે પરંપરાગત રીતે મળવા ઉપરાંત વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શુભેચ્છાઓની આપ-લે કરી રહ્યા છે. નવા વર્ષ નિમિત્તે, અમે તમારા મિત્રો અને પરિવારને એક ખાસ અને અનોખી રીતે શુભેચ્છા પાઠવવામાં મદદરૂપ થાય તેવા કેટલાક ખૂબ જ ખાસ સંદેશાઓ લાવ્યા છીએ.

સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન શુભકામના | Saal Mubarak Gujarati Wishes 2025

નવું વર્ષ તમારા માટે ખુશીઓનો ખજાનો લઈ આવે,
તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ ભરે,
દરેક પળ ખુશીઓથી ભરેલી રહે,
સાલ મુબારક, હંમેશા ખુશ રહો!

નવું વર્ષ એટલે નવી શરૂઆત, નવી તકો અને નવા સપના.
તમારા તમામ લક્ષ્યો સિદ્ધ થાય, સાલ મુબારક.

આ નવું વર્ષ તમને નવી તકો અને સફળતા આપે,
તમારા હૃદયમાં પ્રેમ અને શાંતિ રહે,
દરેક દિવસ નવો આનંદ લઈ આવે,
સાલ મુબારક, નવા વર્ષની શુભેચ્છાઓ!

હૃદયમાં પ્રેમ, મનમાં શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ મળે,
આ નવા વર્ષે બધું શુભ જ થાય.
નૂતન વર્ષની શુભકામનાઓ!

નવું વર્ષ તમારા જીવનમાં નવી ઉમ્મીદો જગાવે,
તમારા દરેક પ્રયાસમાં સફળતા મળે,
ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલું રહે આ વર્ષ,
સાલ મુબારક, હાર્દિક શુભકામનાઓ!

આવનારું નવું વર્ષ, તમારા જીવનમાં માત્ર ખુશીઓ ભરી દે.
તમામ દુઃખો દૂર થઈ જાય, નૂતન વર્ષાભિનંદન!

આ નવું વર્ષ તમારા જીવનમાં રંગોની બહાર લાવે,
તમારા સપનાઓને નવી ઉડાન મળે,
સ્વાસ્થ્ય અને ખુશીઓ હંમેશા તમારી સાથે રહે,
સાલ મુબારક, નવા વર્ષની શુભેચ્છાઓ!

નવા વર્ષની શરૂઆત સાથે,
આપના જીવનમાં નવી ખુશીઓ પ્રવેશે.
સાલ મુબારક!

ભગવાન શ્રી કૃષ્ણ આપને,
સારા સ્વાસ્થ્ય, ધન, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે.
આવનારું વર્ષ ખૂબ સારું જાય.
નૂતન વર્ષાભિનંદન. જય શ્રી કૃષ્ણ.

નવા વર્ષની આસપાસની દરેક પળ,
તમારા માટે મીઠી યાદો લઈને આવે.
પ્રેમ અને સ્નેહથી ભરેલા આ વર્ષની.
તમને અને તમારા પરિવારને શુભેચ્છા!