Raksha Bandhan Shayari in Gujarati: રક્ષાબંધનના અવસરે ભાઈઓ-બહેનો માટે શાનદાર શાયરી, એકબીજાને શેર કરો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 16 Aug 2024 11:59 AM (IST)Updated: Fri, 16 Aug 2024 12:00 PM (IST)
raksha-bandhan-shayari-images-status-in-gujarati

Raksha Bandhan Shayari in Gujarati: હિંદુ ધર્મમાં રક્ષાબંધન (Raksha Bandhan)નું ખૂબ જ મહત્ત્વ છે. આ વર્ષે 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ભાઈ-બહેનનો આ તહેવાર અતૂટ બંધન અને તેમની વચ્ચેના સ્નેહને વ્યક્ત કરવાનું એક સુંદર માધ્યમ છે. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. આ સાથે જ ભાઈઓ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપવાની સાથે તેણીને જીવનભર ખુશ રાખવાનું વચન આપે છે.

રક્ષાબંધનના અવસરે ભાઈઓ અને બહેનો તેમના દિલની લાગણીઓ શાયરીઓ દ્વારા વ્યક્ત કરી શકે છે. ત્યારે આજે અમે તમારા માટે લાવ્યા છે શાનદાર શાયરીઓ જેને તમે રક્ષાબંધનના દિવસે શેર કરી શકો છો.

Raksha Bandhan Shayari in Gujarati - રક્ષાબંધન શાયરી ઈન ગુજરાતી

સૌથી પ્રિય મારી બહેન, સુખમાં દુઃખમાં સાથે રહેજે
જીવનનું સુખ છે તારાથી, તું હોય તો પછી શું કહેવું.
હેપ્પી રક્ષાબંધન!

રાખડીની કિંમત તમે શું જાણો
જેમની બહેનો નથી હોતી તેમને પૂછો મિત્રો
હેપ્પી રક્ષાબંધન

તોડવા પર પણ ન તૂટે આ એવો મન બંધન છે
આ બંધનને સમગ્ર વિશ્વ રક્ષાબંધન કહે છે.
હેપ્પી રક્ષાબંધન

જ્યારે ભગવાને દુનિયા બનાવી હશી
એક વાતની ચિંતા તેમને થઈ હશે
કેવી રીતે રાખીશ સંભાળ આટલી બધી છોકરીઓની,
પછી તેણે દરેક માટે એક ભાઈ બનાવ્યો હશે.
હેપ્પી રક્ષાબંધન

ચોખાની સુગંધ અને કેસરની શોભા
રાખી, તિલક, મીઠાઈ અને ખુશીની વર્ષા
બહેનોનો સંગાથ અને અપાર પ્રેમ
આપને રાખડીના તહેવારની શુભકામનાઓ.

ભાઈ, તમે જીવો હજારો વર્ષ
મળે સફળતા તમને દરેક વખતે
ખુશીઓનો થાય વરસાદ તમારા પર
એ જ પ્રાર્થના કરીએ છીએ અમે વારંવાર
હેપ્પી રક્ષાબંધન

બહેનોને જોઈએ છે માત્ર પ્રેમ અને સ્નેહ
નથી માગતી ક્યારેય મોટી ભેટ
સંબંધ ટકી રહે સદીઓ સુધી
મળે ભાઈને ખુશીઓ હજાર
રક્ષાબંધનની ખુબ ખુબ શુભકામનાઓ

રંગીન મોસમમાં, શ્રાવણના વાદળો છવાયેલા છે
ખુશીઓની ભેટ લઈને બહેન રાખડી બાંધવા આવી છે.
Happy Raksha Bandhan

સંબંધો અમારા ભાઈ-બહેનના ક્યારેક મીઠા ક્યારેક ખાટા
ક્યારેક રિસાવવું તો ક્યારેક મનાવવું, ક્યારેક મિત્રતા તો ક્યારેક ઝઘડો,
ક્યારેક રડવું અને ક્યારેક હસવું, આ સંબંધ છે પ્રેમનો
સૌથી અલગ સૌથી અનોખું
હેપી રક્ષાબંધન

રક્ષાબંધનનો તહેવાર છે, સર્વત્ર ખુશીની વર્ષા છે
બંધાયેલો છે એક દોરામાં, ભાઈ-બહેનનો પ્રેમ છે
Happy Raksha Bandhan