Navratri 2026: આ નવરાત્રીમાં કયો ચણિયાચોળી કલર છે ટ્રેન્ડમાં? Girls માટે ખાસ Fashion Guide

Navratri 2026માં ચણિયાચોળી ખરીદવાનું વિચારી રહ્યા છો? જાણો કયા કલર, મિરર વર્ક અને ડિઝાઇન આ વર્ષે ટ્રેન્ડમાં છે અને Garba Night માટે કયો લુક પસંદ કરવો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 02 Oct 2026 09:38 AM (IST)Updated: Fri, 02 Oct 2026 09:38 AM (IST)
navratri-2026-chaniya-choli-colour-trends-girls-garba-fashion-guide

Chaniya Choli Colour Trends 2026: નવરાત્રી નજીક આવતાં જ ગરબા માટેની Shopping શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને Girlsમાં ચણિયાચોળી, જ્વેલરી અને Matching Accessoriesને લઈને અલગ જ ક્રેઝ જોવા મળે છે. જો તમે પણ આ વખતે નવો ચણિયાચોળી લેવાનું વિચારી રહ્યા છો, તો માત્ર ડિઝાઇન જ નહીં પરંતુ કલર અને વર્ક પર પણ ધ્યાન આપવું જરૂરી છે. 2026ના નવરાત્રી ફેશન ટ્રેન્ડમાં મિરર વર્ક, બાંધણી, બ્રાઇટ કલર્સ અને મિનિમલ ડિઝાઇનવાળા ચણિયાચોળી ચર્ચામાં છે.

આ નવરાત્રીમાં કયા કલરના ચણિયાચોળી ટ્રેન્ડમાં છે?

મરૂન અને વાઇન કલર

ડાર્ક અને રિચ લુક પસંદ કરતી Girls માટે મરૂન અને વાઇન કલર સારો વિકલ્પ બની શકે છે. આ કલરને મિરર વર્ક, ગોલ્ડન બોર્ડર અથવા કોન્ટ્રાસ્ટ દુપટ્ટા સાથે સ્ટાઇલ કરી શકાય.

રોયલ બ્લૂ

રોયલ બ્લૂ ચણિયાચોળી Garba Night માટે અલગ અને સ્ટાઇલિશ લુક આપી શકે છે. ખાસ કરીને સિલ્વર મિરર વર્ક અથવા ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી સાથે આ કલરનો કોન્ટ્રાસ્ટ વધુ સુંદર લાગે છે.

પિંક

પિંક કલરનો ચણિયાચોળી ફેસ્ટિવ લુકની સાથે થોડો સોફ્ટ અને ટ્રેન્ડી ટચ આપે છે. પિંક સાથે વ્હાઇટ, સિલ્વર અથવા મલ્ટીકલર વર્કવાળો ચણિયો પસંદ કરી શકાય.

ઓરેન્જ

નવરાત્રીના ટ્રેડિશનલ મૂડ માટે ઓરેન્જ હંમેશાથી લોકપ્રિય રંગ રહ્યો છે. ઓરેન્જ ચણિયાચોળીમાં મિરર વર્ક અથવા ટ્રેડિશનલ એમ્બ્રોઇડરી હોય તો Garba Look વધુ ફેસ્ટિવ લાગે છે.

મલ્ટીકલર

જો એક જ કલર પસંદ કરવામાં કન્ફ્યુઝન થતું હોય તો મલ્ટીકલર ચણિયાચોળી પણ સારો વિકલ્પ છે. આવા ચણિયામાં અલગ-અલગ રંગો સાથે મિરર વર્ક અને કલરફુલ થ્રેડ વર્ક જોવા મળે છે. ગુજરાતની પરંપરાગત નવરાત્રી ફેશનમાં પણ Vibrant Colours, Mirror Work અને Traditional Motifsનું મહત્વ જોવા મળે છે.

માત્ર કલર નહીં, આ ડિઝાઇન પણ ટ્રેન્ડમાં

2026ના નવરાત્રી ફેશનમાં માત્ર ભારે અને ભરચક ચણિયાચોળી જ નહીં, પરંતુ મિનિમલ વર્ક, મિરર વર્ક, બાંધણી પ્રિન્ટ અને અલગ સ્ટાઇલના બ્લાઉઝ પણ જોવા મળી રહ્યા છે. કેટલાક ફેશન ટ્રેન્ડ્સમાં ચણિયા સાથે કોન્ટ્રાસ્ટ જેકેટ અને આધુનિક બ્લાઉઝ સ્ટાઇલનો ફ્યુઝન લુક પણ સામેલ છે.

જો તમને એકદમ ગુજરાતી ટ્રેડિશનલ લુક જોઈએ છે તો બાંધણી ,મિરર વર્કનું કોમ્બિનેશન પસંદ કરી શકો છો. જ્યારે થોડો Modern Garba Look જોઈએ તો મિનિમલ ચણિયા સાથે સ્ટાઇલિશ બ્લાઉઝ અથવા કોન્ટ્રાસ્ટ દુપટ્ટો ટ્રાય કરી શકાય.

Garba Lookને Complete કરવા Jewellery પણ મહત્વની

ચણિયાચોળીનો કલર પસંદ કર્યા પછી જ્વેલરીનું Matching પણ ધ્યાનમાં રાખવું જોઈએ. મિરર વર્ક અને રંગીન ચણિયાચોળી સાથે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી, બંગડીઓ, હાથફૂલ અને મિરર વર્ક એસેસરીઝ Garba Lookને વધુ ફેસ્ટિવ બનાવી શકે છે.

આ રીતે આ નવરાત્રીમાં ચણિયાચોળી ખરીદતી વખતે માત્ર “કયો કલર સુંદર છે?” તેના બદલે કલર ,વર્ક ,બ્લાઉઝ ડિઝાઇન ,જ્વેલરીનું કોમ્બિનેશન જોઈને Shopping કરવી વધુ ઉપયોગી રહેશે.