Cabbage Recipes: કોબીમાંથી બનતી 7 પ્રકારની લોકપ્રિય રેસિપી વિશે જાણો

ઘણા ઘરોમાં કોબીનો સલાડમાં ઉપયોગ થતો હોય છે. પરંતુ સલાડ સિવાય પણ ઘણી વાનગીઓ કોબીમાંથી બનાવવામાં આવે છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 30 Jan 2025 04:54 PM (IST)Updated: Thu 30 Jan 2025 04:54 PM (IST)
most-popular-cabbage-recipes-to-make-at-home-467903

Cabbage Recipes: કોબીનું સેવન આરોગ્યની દ્રષ્ટીએ પણ લાભકારક છે. કોબીમાંથી અનેક વાનગીઓ બને છે. કોબીમાં ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે તેને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક બનાવે છે. અહીં કોબીની કેટલીક લોકપ્રિય ડીશ વિશે જણાવીશું.

1). કોબીનું શાક (સબ્જી):

  • સામગ્રી: કોબી, ટમાટર, ડુંગળી, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, મીઠું, તેલ.
  • બનાવવાની રીત: કોબીને બારીક કાપી લો. કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી ફ્રાય કરો. ટમાટર, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને મીઠું ઉમેરો. કોબી ઉમેરો અને તેને નરમ થાય ત્યાં સુધી રાંધો.

2). કોબી પરાઠા:

  • સામગ્રી: કોબી, ઘઉંનો લોટ, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, મીઠું, તેલ.
  • બનાવવાની રીત: કોબીને બારીક કાપી લો. મોટા બાઉલમાં ઘઉંનો લોટ પાણી ઉમેરી બાંધી લો. બીજા બાઉલમાં સમારેલી કોબી, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને મીઠું ઉમેરો. રોટલીના લુવામાં કોબીના મિશ્રણ ભરીને પરાઠા બનાવો. તવા પર તેલ લગાવીને પરાઠાને સોનેરી-તપકીરી રંગના થાય ત્યાં સુધી શેકી લો.

3). કોબી પકોડા:

  • સામગ્રી: કોબી, બેસન, હળદર, લાલ મરચું પાવડર, ખાવાનો સોડા, લીંબુંનો રસ, મીઠું, તેલ.
  • બનાવવાની રીત: કોબીને બારીક કાપી લો. બાઉલમાં બેસન લો. તેમા હળદર, લાલ મરચું પાવડર, ખાવાનો સોડા,મીઠું અને પાણી ઉમેરીને બેટર તૈયાર કરો. તેલ ગરમ મૂકીને તેમા કોબીના ભજીયાને તળી લો.

4). કોબીનું સલાડ કે સંભારો:

    • સામગ્રી: કોબી, ડુંગળી, ટમાટર, લીલા મરચા, મીઠું,ચાટ મસાલો.
    • બનાવવાની રીત: કોબી, ડુંગળી અને ટમાટરને બારીક કાપી લો. તેમા મીઠું અને ચાટ મસાલો ઉમેર. જો સંભારો બનાવવો હોય તો કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી ફ્રાય કરો. ટમાટર, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને મીઠું ઉમેરો. કોબી ઉમેરો અને તેને નરમ થાય ત્યાં સુધી રાંધો.

    5). કોબી કટલેટ:

    • સામગ્રી: કોબી, બટાટા, બ્રેડ ક્રમ્બ્સ, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, મીઠું, તેલ.
    • બનાવવાની રીત: કોબી અને બટાટાને બાફી લો અને તેને મેશ કરો. તેમાં બ્રેડ ક્રમ્બ્સ, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને મીઠું ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાંથી કટલેટ બનાવો અને તેને તળો.

    6). કોબી ફ્રાયડ રાઇસ:

    • સામગ્રી: કોબી, ચોખા, ડુંગળી, લસણ, હળદર, સોય સોસ, મીઠું, તેલ.
    • બનાવવાની રીત: ભાતને ઉકાળી લો. કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં લસણ અને ડુંગળી ફ્રાય કરો. કોબી, હળદર, સોય સોસ અને મીઠું ઉમેરો. ચોખા ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

    7). કોબી સૂપ:

    • સામગ્રી: કોબી, ડુંગળી, લસણ, હળદર, મીઠું, પાણી, માખણ.
    • બનાવવાની રીત: કોબી, ડુંગળી અને લસણને બાફી લો. તેને બ્લેન્ડ કરીને સૂપ બનાવો. તેમા મરી પાવડર, હળદર અને મીઠું ઉમેરો. ગરમ સૂપમાં માખણ ઉમેરીને સર્વ કરો.