Kali Chaudas 2025 Quotes: આ 10 સંદેશાઓ સાથે પ્રિયજનોને પાઠવો છોટી દિવાળીની શુભકામનાઓ, કહો 'હેપ્પી કાળી ચૌદસ'

તમારા પ્રિયજનોને 'હેપ્પી કાળી ચૌદસ' (Kali Chaudas 2025) કહેવા અને છોટી દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ મોકલવા માટે, તમે અહીં આપેલા 10 ખાસ સંદેશાઓનો ઉપયોગ કરી શકો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 18 Oct 2025 03:58 PM (IST)Updated: Sat, 18 Oct 2025 04:12 PM (IST)
kali-chaudas-2025-quotes-messages-greetings-images-status-wishes-to-share-in-gujarati

Kali Chaudas 2025 Quotes in Gujarati: પ્રકાશના પર્વ દિવાળીના એક દિવસ પૂર્વે આવતો કાળી ચૌદસ (Kali Chaudas 2025) નો તહેવાર દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, આ પવિત્ર દિવસ 19 ઓક્ટોબર, રવિવારના રોજ ઉજવવામાં આવશે, જેને 'છોટી દિવાળી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તિથિને રૂપ ચૌદસ અને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે મુખ્યત્વે દેવી કાલીને સમર્પિત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવી કાલીની પૂજા કરવાથી અને દીપદાન કરવાથી ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમને પાપોમાંથી મુક્તિ મળે છે.

તમારા પ્રિયજનોને 'હેપ્પી કાળી ચૌદસ' કહેવા અને છોટી દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ મોકલવા માટે, તમે અહીં આપેલા 10 ખાસ સંદેશાઓનો ઉપયોગ કરી શકો છે.

કાળી ચૌદસ 2025 શુભકામનાઓ | Kali Chaudas 2025 Quotes in Gujarati

કાળી ચૌદસનો પવિત્ર દિવસ તમને નવું જોમ આપે,
માતા કાળીની શક્તિ તમને દરેક અવરોધથી બચાવે,
તમારું જીવન આનંદ અને શાંતિથી ભરાય,
શુભ કાળી ચૌદસ!

કાળી ચૌદસના પવિત્ર દિવસે તમને મળે હિંમત, શાંતિ અને શક્તિ, જીવનમાં હંમેશા પ્રકાશ છવાયેલો રહે. Happy Kali Chaudas 2025

કાળી ચૌદસના આ અવસરે,
તમારું હૃદય આનંદ અને ઉત્સાહથી ભરાઈ જાય.
દરેક ક્ષણ ખુશીઓથી સભર રહે.
કાળી ચૌદસની ખૂબ ખૂબ વધામણી!

આ કાળી ચૌદસ તમારી જીવનને સુખમય ભવિષ્ય તરફ દોરી જાય. દરેક પગલે પ્રગતિ અને વિકાસ થાય, શુભ કાળી ચૌદસ 2025!

કાળી ચૌદસના દિવસે,
મા કાળી તમને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે.
તમારું પરિવાર સદાય સુરક્ષિત રહે.
કાળી ચૌદસની શુભેચ્છાઓ!

આ કાળી ચૌદસ તમને નવા જીવનના અધ્યાયની શરૂઆત કરવાની પ્રેરણા આપે. તમારા માર્ગમાં આવતી બધી અડચણો દૂર થાય, કાળી ચૌદસની શુભકામનાઓ!

કાળી ચૌદસના દિવસે માતા કાળીની કૃપા તમારા પર વરસે,
દરેક નકારાત્મક શક્તિઓ દૂર થાય,
જીવનમાં નવી ઊર્જા અને ખુશીઓનો સંચાર થાય,
કાળી ચૌદસ 2025 ની હાર્દિક શુભેચ્છાઓ!

માઁ કાળીની કૃપાથી તમારું મન અને હૃદય પવિત્ર બને, અને જીવન સુખમય બને. Happy Kali Chaudas

કાળી ચૌદસનો તહેવાર તમારા જીવનમાં ઉજાસ લાવે,
માતા કાળી તમને શક્તિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે,
દરેક મુશ્કેલીઓ દૂર થાય અને ખુશીઓ વધે,
શુભ કાળી ચૌદસ!

કાળી ચૌદસના આ શુભ દિવસે માઁ કાળી તમને રક્ષણ આપે, અને સર્વ દુષ્ટ શક્તિઓનો નાશ કરે. Happy Kali Chaudas 2025