IRCTC South India Tour: ₹20,420માં 12 દિવસ ફરો દક્ષિણ ભારત, 18 જાન્યુઆરીથી ઉપડશે ખાસ ટ્રેન

IRCTC Tour Package: હાલમાં જો તમે દક્ષિણ ભારતના સુંદર નજારા માણવાનો પ્લાન બનાવી રહ્યા છો તો IRCTC તમારા માટે એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે. જે બજેટ ફ્રેન્ડલી પણ છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 19 Nov 2026 11:29 AM (IST)Updated: Thu, 19 Nov 2026 11:29 AM (IST)
irctc-south-india-tour-package-12-days-temple-trails-of-dakshin-for-rs-20420
AI PHOTO

IRCTC South India Tour Package: હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે અને મોટા ભાગના લોકો પરિવાર સાથે દેશ-વિદેશમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. જે તમે પણ પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. તમને જણાવી દઈએ કે, IRCTC સમયે સમયે સસ્તા દેશ વિદેશમાં ફરવા માટે વિવિધ પ્રકારના બજેટ ફ્રેન્ડલી પ્લાન જાહેર કરતું રહે છે. તમે તમારા બજેટ અને સમયની અનુકુળતા પ્રમાણે ટ્રેન, ફ્લાઈટ કે ભારત ગૌરવ ડીલક્સ ટૂરિસ્ટ ટ્રેનના વિકલ્પો પસંદ કરીને પેકેજનો લાભ લઈ શકો છે.

દક્ષિણ ભારતને એક્સપ્લોર કરવાનો શાનદાર મોકો

હાલમાં જો તમે દક્ષિણ ભારતના સુંદર નજારા માણવાનો પ્લાન બનાવી રહ્યા છો તો IRCTC તમારા માટે એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે. જે બજેટ ફ્રેન્ડલી પણ છે. આ પેકેજનું નામ ટેમ્પલ ટ્રેલ્સ ઓફ દક્ષિણ રાખવામાં આવ્યું છે. આ પેકેજ અંતર્ગત તમને દક્ષિણ ભારતના પ્રમુખ મંદીરોના દર્શન કરવાનો મોકો મળશે. આ ઉપરાંત તમે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક હિલ સ્ટેશનનો પણ લાભ લઈ શકો છો.

આ પ્રવાસની શરુઆત કઈ તારીખથી થશે?

આ પ્રવાસ અંગે વિગતે વાત કરીએ તો તેની શરુઆત મુંબઈથી થશે. બોમ્બેના શિવાજી મહારાજ ટર્નમિનલથી 18 જાન્યુઆરી 2026ના રોજ ટ્રીપની શરુઆત થશે. આ સમગ્ર ટૂર 12 દિવસની રહેશે. જોકે તમે તમને નજીક પડતા સ્ટેશનથી પણ આ ટૂરને જોઈન કરી શકો છો. જેમાં થાણે, લોનાવાલા, કલ્યાણ,પુણે,સતારા અને મિરાજ જેવા સ્ટેશનોથી પણ બેસી શકો છો.

આ પેકેજમાં કઈ કઈ સુવિધા મળશે?

જો આ પેકેજમાં મળતી સુવિધા વિશે વાત કરીએ તો તેમાં સમગ્ર ટૂર દરમિયાન શાકાહારી ભોજન આપવામાં આવશે. આ ઉપરાંત સ્ટે કરવા માટે હોટેલ, ફરવા માટે બસ મળશે. આ ઉપરાંત આ પેકેજમાં ટ્રાવેલ ઈન્સ્યોરન્સ, ટ્રેનની સિક્યુરિટી અને બધા ટેક્સ એડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જો તમે વધારે મોંઘી ટિકિટ લેશો તો તમને બસ અને હોટેલમાં એસીનો લાભ મળશે.

કઈ કઈ વસ્તુના પૈસા અલગથી દેવા પડશે?

જોકે, કેટલીક જગ્યાએ તમારે જાતે ખર્ચ કરવો પડશે જેમ કે જો કોઈ સ્મારકમાં જાવ છો તો ત્યાંની એન્ટ્રી ટિકિટ, આ ઉપરાંત બોટિંગ કે એડવેન્ચર એક્ટિવિટી માટે અલગથી ચાર્જ લાગશે. આ ઉપરાંત ફરવા માટે ગાઈડ રાખો છો તો તેનો ચાર્જ અને રુમની સફાઈના પૈસા પણ તમારે આપવા પડશે. એટલું જ નહીં જો તમારે કોઈ અલગથી જમવાનું મંગાવવું હશે તો તેના અને સાથે પાણીની બોટલ ખરીદવાના, કપડા ધોવાના પૈસા અલગથી લાગશે.

મંદિરોની સાથે સાથે માણો કુદરતી નજારાનો આનંદ

હવે તમને સવાલ થશે કે આ પેકેજમાં કયા કયા સ્થળોની મુલાકાત લેવાની થાશે. તો તમને જણાવી દઈએ કે, મંદિરોની દર્શનની સાથે સાથે તમે કુદરતી નજારાનો પણ આનંદ માણી શકો છો.

મુરુડેશ્વર અને ગોકર્ણ: આ સફર દરમિયાન તમે મહારાષ્ટ્રના જાણીતા હિલ સ્ટેશન મહાબળેશ્વરનો આનંદ લઈ શકો છો અને ત્યાં આવેલા મહાબળેશ્વર મંદિરના દર્શન કરી શકો છો. સાથે મુરુડેશ્વરમાં આવેલા શિવ મંદિર ખાતે ભોળાનાથના આશિર્વાદ લઈ શકો છે.તમને જણાવી દઈએ કે, આ ટૂરની શરુઆત ગોકર્ણથી થશે.

મહાબલીપુરમ- આ ઉપરાંત વિશ્વ પ્રસિદ્ધ મહાબલીપુરમના શોર મંદિર અને કૃષ્ણાજ બટરબોલની મુલાકાત લેવાનો લાભ મળશે. શોર મંદિરની વિશેષતા વિશે વાત કરીએ તો આ દરિયા કિનારે બનેલું દ્રવિડ સ્થાપત્યનું આગવું ઉદાહરણ છે, જેમાં ભગવાન વિષ્ણ અને શિવની મુર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

કાંચીપુરમ અને ત્રિચી,તંજાવુર- આ પ્રવાસ દરમિયાન તમે ત્રિચી અને તંજાવુરની સાથે સાથે કાંચીપુરમની મુલાકાત લેવાનો લ્હાવો મળશે. જ્યાં પ્રખ્યાત એકામ્બરેશ્વર, અમ્મન અને શ્રી પેરુમલ મંદિરના પવિત્ર વાતાવરણમાં સમય વિતાવવાનો મોકો મળશે.

કન્યા કુમારી અને મદૂરે- દક્ષિણના પ્રખ્યાત મીનાક્ષી મંદિર અને કન્યા કુમારીમાં પણ તમને જવાનો મોકો મળશે અને ગાંધી મંડપમ ખાતે સનસેટનો આનંદ માણી શકશો.

રામેશ્વરમ અને ગુરુવાયુર- આ ટૂરમાં તમને કેરળના સુંદર નજારાને એક્સપ્લોર કરવાનો મોકો મળશે. આ સાથે પ્રખ્યાત ગુરુવાયુર મંદિર ખાતે આશિર્વાદ લઈ શકો છો. રામેશ્વરમાં ખાતે તમે દરિયા પર બનેલા પંબન બ્રીજના સફરની મોજ માણી શકો છે.

આ ટૂરના પેકેજનો ભાવ કેટલો રહેશે?

જો આ ટૂરના પેકેજના ભાવ અંગે વાત કરીએ તો તે અલગ અલગ પેકેજ પર આધારીત છે. સૌથી પહેલા આપણે સ્લીપર ક્લાસ(ઈકોનોમી)ની વાત કરીએ તો 20,420 રુપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ રહેશે, જ્યારે 3AC (Standard) નો ભાવ 32,770 રુપિયા પ્રતિ વ્યક્તિ રહેવાનો છે અને છેલ્લે 2AC (કમ્ફર્ટ) નો ભાવ 42,940 પ્રતિ વ્યક્તિ રહેશે. જો તમારી સાથે બાળક હોય તો તેનો ચાર્જ 5થી 11 વર્ષ માટે 19,010 રુપિયા રહેશે. આ પેકેજના રેટમાં ભારત ગૌરવ ટ્રેન દ્વારા મળતું 33% ડિસ્કાઉન્ટ પહેલાથી જ બાદ કરી દેવામાં આવ્યું છે.