International Youth Day 2024, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ: કોઈપણ દેશના વિકાસ અને પ્રગતિમાં યુવાનોનો મોટો ફાળો હોય છે. ત્યારે યુવાનોના વિકાસ અને તેમના જીવન સાથે જોડાયેલી સમસ્યાઓને સમજવું પણ ઘણું જરૂરી હોય છે. દર વર્ષે ઓગસ્ટ મહિનામાં યુવાઓના માનસિક અને સામાજીક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (International Youth Day 2024) ઉજવવામાં આવે છે. ત્યારે જાણો આ આર્ટિકલના માધ્યમથી આંતરરાષ્ટ્રીય યુવા દિવસ કેમ અને ક્યારે ઉજવવામાં આવે છે. આ સાથે જ આ વર્ષનો ઈતિહાસ, મહત્ત્વ અને થીમ પણ જાણો.
ક્યારે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ?
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 12 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.
પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પ્રથમ વખત 12 ઓગસ્ટ, 2000ના રોજ ઉજવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 17 ડિસેમ્બર 1999ની રોજ આ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ પારિત કર્યો હતો.
કેમ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ?
યુવાનોની ભૂમિકા અને તેમના યોગદાનને ઓળખવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય યુવાનો સાથે જોડાયેલા મુદ્દા પર જાગૃતિ વધારવા અને તેમના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવું છે.
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 2024ની થીમ
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 2024ની થીમ 'ક્લિક્સથી પ્રગતિ સુધી: સતત વિકાસ માટે યુવા ડિજિટલ માર્ગ' (From Clicks To Progress: Youth Digital Pathways For Sustainable Development).
Pic Credit: Freepik
