મુંબઈ, : આંતરરાષ્ટ્રીય યુવા દિવસના પ્રસંગે ભારતની સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતાં ક્રેડિટ-ઓન-UPI પ્લેટફૉર્મ કિવીએ પોતાના યુઝર ડેટા સાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતોની જાણકારી આપી છે. આ જાણકારીઓમાંથી ખબર પડે છે કે, Gen Z ક્રેડિટ અને ખર્ચ કરવામાં જૂની પેઢીઓથી અલગ વિચારસરણી કે અભિગમ ધરાવે છે. ડેટા જણાવે છે કે, યુવાન ગ્રાહકો સુવિધાને વધારે પ્રાધાન્ય આપે છે, ઊંચી કિંમતની ખરીદી માટે ક્રેડિટનો ઉપયોગ કરે છે અને ઊંચું મૂલ્ય ધરાવતા ખર્ચ માટે લાંબા ગાળાનું ધિરાણ મેળવવાનું પસંદ કરે છે.
જૂન-જુલાઈ, 2026 દરમિયાન 25,000 યુઝરને આવરી લેતા કિવીના આંતરિક ડેટાને આધારે, Gen Z જૂની પેઢીઓની સરખામણીમાં ભાડું અને શૈક્ષણિક ખર્ચ પર લગભગ 20 ટકા વધારે ખર્ચ કરે છે. એના પરથી ખબર પડે છે કે, તેઓ જરૂરી અને વારંવાર ખર્ચ માટે ક્રેડિટનો વધારે ઉપયોગ કરે છે. સુવિધા પ્રત્યે તેમની પસંદગી કિરાના માટે જરૂરી ચીજવસ્તુઓ પર થતા ખર્ચમાં પણ જોવા મળે છે, Gen Z ગ્રાહકો ક્વિક કોમર્સ પર 3 ગણો વધારે ખર્ચ કરે છે, જે તેમના વોલેટનો 2.6 ટકા હિસ્સો ધરાવે છે, તો ડી-માર્ટ જેવા પરંપરાગત રિટેલર પર આ હિસ્સો 0.85 ટકા છે. એનાથી વિપરીત 30 વર્ષથી વધારે વયના ગ્રાહકો પોતાના કિરાનાના ખર્ચનો મોટો હિસ્સો ફિઝિકલ રિટેલ સ્ટોર અને સ્થાનિક દુકાનો પર કરે છે.
ડેટા એ પણ દર્શાવે છે કે, યુવાન ગ્રાહકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધારે સમજીવિચારીને કરે છે. તેઓ વારંવાર નાનીમોટી લેવડદેવડને બદલે મોટી ખરીદી માટે એનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. સાથે સાથે, Gen Z વિવિધ કાર્ડ પર કેશબેકનો લાભ મેળવવાને બદલે સરળતાપૂર્વક અને સુવિધાને વધારે પ્રાધાન્ય આપે છે. કિવિના ડેટામાં એવું પણ જોવા મળ્યું છે કે, મિલેનિયલ્સની સરખામણીમાં Gen Z યુઝર વચ્ચે વોલેટનો હિસ્સો 10 ટકા વધારે છે. આ પરથી જાણકારી મળે છે કે, તેઓ એવા પેમેન્ટ વિકલ્પોમાં વધારે રસ લે છે, જે UPIની સુવિધા અને ક્રેડિટની સુવિધાને એકસાથે આપે છે.
કિવીના સહ-સ્થાપક અને COO સિદ્ધાર્થ મહેતાએ કહ્યું હતું, Gen Z ક્રેડિટનો ઉપયોગ વારંવાર કરે એ જરૂરી નથી. તેઓ એનો અલગ રીતે ઉપયોગ કરે છે. અમારો ડેટા દર્શાવે છે કે, યુવાન ગ્રાહકોના પેમેન્ટ અને ક્રેડિટ સાથે સંબંધિત નિર્ણયોમાં સરળતા કે સુવિધા બહુ મોટી ભૂમિકા ભજવે છે. તેઓ રોજિંદી ચીજવસ્તુઓની ખરીદી માટે ક્વિક કોમર્સ પસંદ કરવાથી લઈને ઊંચું મૂલ્ય ધરાવતા ખર્ચ માટે ક્રેડિટનો ઉપયોગ કરવા સુધી હવે મહત્તમ રિવોર્ડ મેળવવાને બદલે સરળતા અને ફ્લેક્સિબિલિટી પર વધારે ધ્યાન આપે છે.”
જ્યારે Gen Z ગ્રાહકો વચ્ચે EMI સ્વીકાર્યતા ઓછી છે, ત્યારે જે લોકો EMI પસંદ કરે છે, તેઓ ઘણી વાર વધારે કિંમત ધરાવતી ચીજવસ્તુઓની ખરીદી કરે છે અને પેમેન્ટ માટે કે ધિરાણ માટે લાંબો ગાળો પસંદ કરે છે. કિવી યુઝર્સ માટે લાંબા ગાળાના ફાઇનાન્સ પર વ્યાજનો ચાર્જ લાગી શકે છે, પરંતુ ડેટા પરથી જાણકારી મળી છે કે, યુવાન ગ્રાહકો લાંબા ગાળા સુધી પેમેન્ટનો વિકલ્પ પસંદ કરે છે, જેથી તેમનો માસિક ખર્ચ નિયંત્રણમાં રહે, ભલે તેમાં ધિરાણનો કુલ ખર્ચ વધી જાય.
આ ટ્રેન્ડ ભારતના યુવાન ગ્રાહકો વચ્ચે ક્રેડિટ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે એ વાત પર ધ્યાન ખેંચે છે. તેમના ખર્ચ અને ધિરાણ સાથે સંબંધિત નિર્ણયોમાં સુવિધા, ફ્લેક્સિબિલિટી અને માસિક ચુકવણી વાજબી હોવી મહત્વપૂર્ણ બાબતો બની ગઈ છે.
