Gold Jewelry Shopping: સોનાના ભાવમાં થઈ રહેલા સતત વધારાને લીધે સામાન્ય વર્ગ માટે સોનાના દાગીના ખરીદવા સ્વપ્ન સમાન બન્યા છે, પરંતુ ભારતીય પરંપરામાં તહેવારો અને લગ્ન પ્રસંગોમાં સોનાના ઘરેણાનું વિશેષ મહત્વ હોવાથી ખરીદી ચાલુ જ રહે છે. હાલમાં સોનાની ખરીદીમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં 50 ટકા ગ્રાહકો પોતાના જૂના દાગીના આપીને નવા દાગીના ખરીદી રહ્યા છે. તેમજ જેન ઝીમાં પણ સોનાની ખરીદીનો અનોખો ક્રેઝ જોવા મળ્યો છે.
તનિષ્ક જવેલરીના મણિનગર શોરુમના રિલોન્ચ પ્રસંગે ડિવિઝન સીઇઓ અરુણ નારાયણે આ રસપ્રદ માહિતી શેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, દેશમાં આશરે 25 હજાર ટન સોનું લોકો પાસે ઉપલબ્ધ છે. જો આ સોનાનું સરક્યુલેશન વધે, તો વિદેશથી થતી સોનાની આયાત ઘટી શકે છે. જેનાથી વિદેશી મુદ્રા બચે છે અને અર્થતંત્રને મોટો લાભ થાય છે.
જેન ઝીમાં લાઇટવેઇટ જ્વેલરીનો ક્રેઝ
હવે જવેલરી માર્કેટમાં પરંપરાગત 22 કેરેટ ઉપરાંત 18,14 અને 9 કેરેટના વિકલ્પો ઉપલબ્ધ બન્યા છે. તનિષ્કની મિયા બ્રાન્ડ હેઠળ ખાસ કરીને 9 કેરેટ દાગીના ઓફર કરવામાં આવે છે. યુવાપેઢી અને ખાસ કરીને જેન ઝી ગ્રાહકોમાં 9 કેરેટ અને 14 કેરેટની ઓછા વજનવાળી જ્વેલરી ખરીદીને પહેરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.
દિવાલી અને તહેવારો માટે ખાસ ઓફર
દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને જ્વેલરી બ્રાન્ડસ્ દ્વારા આકર્ષક સ્કીમ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. જેમાં કોઈ ગ્રાહક સોનાના દાગીના ખરીદે તો પ્રતિ ગ્રામ રુ.601 સુધીનું ડિસ્કાઉન્ટ, મેકિંગ ચાર્જ પર 20% સુધીની છૂટ, હીરાના દાગીના પર 30% સુધીની વિશેષ ઓફર આપવામાં આવી રહ્યા છે.
