AC In Summer: ઉનાળાની ગરમીમાં સતત AC કેટલા કલાક સુધી ચલાવવું યોગ્ય છે, 99% લોકો કરે છે આ ભૂલો

ઘણા લોકો ACને લાંબા સમય સુધી સતત ચલાવે છે, જેને લીધે વીજળીનું બિલ તો વધે છે તે સાથે ACના ફંક્શન તથા પૂર્જા પર પણ ખૂબ જ વિપરીત અસર થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 25 Mar 2026 06:22 PM (IST)Updated: Wed, 25 Mar 2026 06:23 PM (IST)
how-many-hours-can-ac-be-kept-on-continuously-in-the-intense-heat-of-summer-know-information-about-ac

AC In Summer:ઉનાળાની ગરમી (Summer Heat)નું પ્રમાણ વધતાની સાથે જ એર કન્ડીશનર (AC)નો ઉપયોગ લગભગ દરેક ઘરમાં શરૂ થઈ જાય છે. આકરી ગરમીથી રાહત મેળવવા માટે સામાન્ય પ્રજા માટે આ ખૂબ જરૂરી છે. અલબત AC ને યોગ્ય રીતે ચલાવવું તે પણ એટલું જ જરૂરી છે. ઘણા લોકો ACને લાંબા સમય સુધી સતત ચલાવે છે, જેને લીધે વીજળીનું બિલ તો વધે છે તે સાથે ACના ફંક્શન તથા પૂર્જા પર પણ ખૂબ જ વિપરીત અસર થાય છે.

સામાન્ય રીતે જોવા મળ્યું છે કે લોકો ACને એક વખત ચાલુ કર્યાં બાદ કલાકોના કલાકો અથવા પૂરો દિવસ અથવા તો પૂરી રાત ચલાવે છે, જે બિલકુલ ખોટું છે. નિષ્ણાતોનું માનવું છે કે ACને સતત 8થી 10 કલાક સુધી ચલાવવું સુરક્ષિત છે. જોકે ACને સતત 15થી 20 કલાક સતત ચલાવવાથી વીજળી બિલ ખૂબ જ વધી જાય છે. મશીનના પાર્ટ્સ ખાસ કરીને કોમ્પ્રેસર પર ખૂબ જ દબાણ આવે છે. આ સંજોગોમાં ACનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જરૂરી છે.

AC 24 કલાક ચલાવવું શક્ય પણ તે અયોગ્ય

અલબત AC 24 કલાક ચલાવી શકાય છે પણ તે ACના મશીન માટે યોગ્ય માનવામાં આવતુ નથી. તેને લીધે વિવિધ પૂર્જા પર દબાણ વધી જાય છે. વીજળીનું બિલ વધી જાય છે.

ACમાં યોગ્ય તાપમાન સેટ કરવું જરૂરી

AC ચલાવતી વખતે યોગ્ય તાપમાન પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો કહે છે કે 24 ડિગ્રી સેલ્સિયસ આદર્શ તાપમાન છે. 23 થી 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે AC ચલાવવાથી રૂમ ઠંડો રહે છે અને વીજળીનો વપરાશ પણ નિયંત્રિત થાય છે.

વચ્ચે-વચ્ચે બ્રેક આપવો અથવા ટેમ્પરેચરમાં ફેરફાર કરવો

જો તમે AC બંધ કરવા માંગતા ન હોય તો એક સરળ ઉપાય એ છે કે દર 2-3 કલાકે તાપમાનમાં ફેરફાર કરતાં રહેવું, આ મશીનને થોડી રાહત આપે છે અને દબાણ ઘટાડે છે. આ ACની લાઇફ વધારે છે અને વીજળી બચાવે છે.