Stomach Cancer: આવા લોકોને પેટનું કેન્સર થવાનો સૌથી વધારે ખતરો, તેના લક્ષણો અને બચવાના ઉપાય જાણો

પેટનું કેન્સર અર્થાત ગેસ્ટ્રિક કેન્સર પાછળનું મુખ્ય કારણ આપણી ખાણી-પાણીની ખોટી આદતો અને ખરાબ લાઈફ સ્ટાઈલ છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 01 Nov 2025 11:51 PM (IST)Updated: Sat 01 Nov 2025 11:51 PM (IST)
who-is-at-high-risk-for-stomach-cancer-causes-and-prevent-630829
HIGHLIGHTS
  • કેન્સર એક ગંભીર અને સાઈલેન્ટ કિલર બીમારી છે

Stomach Cancer: છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં પેટના કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. પેટનું કેન્સર એક ગંભીર બીમારી છે, જેની ઓળખ પણ આપણને ખૂબ જ મોડા થતી હોય છે. હકીકતમાં પેટના કેન્સરના લક્ષણો એટલા સામાન્ય હોય છે કે, જેને હંમેસા લોકો પેટ સાથે સંકળાયેલી સામાન્ય સમજીને અવગણી નાંખતા હોય છે.

હકીકતમાં પેટનું કેન્સર એવી સ્થિતિને કહે છે, જ્યારે પેટની અંદરની કોશિકાઓ અનિયંત્રિત રૂપે વધવા લાગે છે અને ટ્યૂમર અર્થાત ગાંઠ બની જાય છે. જેના પરિણામે પાચન તંત્ર પર ખરાબ અસર થાય છે.

મોટાભાગે પેટનું કેન્સર શરૂઆતના સ્ટેજમાં ઝડપથી ઓળખી શકાતું નથી. આથી જ્યારે પણ પેટમાં કેન્સર થવાની જાણ થાય, ત્યારે તે શરીરના અન્ય હિસ્સાઓમાં ફેલાઈ ચૂક્યું છે.

ગેસ્ટ્રીક કેન્સર: ગેસ્ટ્રીક કેન્સર સૌથી વધુ 50 વર્ષથી વધુ વયના પુરુષોમાં વધારે જોવા મળે છે. જેના મુખ્ય કારણોમાં એચ. પાઈલોરી બેક્ટેરિયા અને ખાણીપીણીની ખોટી આદતો સામેલ છે.

પેટમાં કેન્સરના લક્ષણ:
પેટના કેન્સરના લક્ષણોમાં ભૂખ ના લાગવી, પેટમાં દુખાવો, ખોરાક ખાતા જ પેટ ભારે થઈ જવું, વજન ઉતરવું અને વારંવાર ઓડકાર અને ઉબકા આવવા મુખ્ય છે.

કેન્સરના સ્ટેજ: કેન્સરના એક, બે, ત્રણ અને ચાર સ્ટેજ દર્શાવવામાં આવ્યા છે. જેમાં શરૂઆતના સ્ટેજમાં કેન્સરની સારવાર સરળ હોય છે. જો કે અંતિમ સ્ટેજમાં સારવાર કપરી થઈ જાય છે.

ગેસ્ટ્રીક કેન્સરનો ખતરો: જો તમારા પરિવારમાં પહેલાથી કોઈને ગેસ્ટ્રીક કેન્સર થયું હોય કે તમે સ્મોકિંગ કરતાં હોય, તો તમને આવું કેન્સર થવાનો ખતરો અનેકગણો વધી જાય છે.

પેટના કેન્સરથી બચવાના ઉપાય
નિયમિત એક્સરસાઈઝ કરવી, સંતુલિત ડાયટ અને સ્મોકિંગથી દૂર રહેવું પેટના કેન્સરથી બચવાના બેસ્ટ ઉપાયો છે. આમ છતાં જો તમને લાંબા સમયથી પેટમાં દુખાવો, ગેસ અને બળતરા થતી હોય, તો તાત્કાલિક તબીબને બતાવીને તપાસ કરાવવી જરૂરી છે.