Vitamin B12 Deficiency Symptoms: વિટામીન B12 ની ઉણપ થવા પર જોવા મળે છે આ લક્ષણો, જાણો તેના સોર્સ

વિટામિન B12 શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેની ઉણપને કારણે અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 20 Sep 2024 12:53 PM (IST)Updated: Fri 20 Sep 2024 02:48 PM (IST)
vitamin-b12-deficiency-symptoms-signs-and-sources-in-gujarati-399569

Vitamin B12 Deficiency Symptoms, વિટામિન બી 12 લક્ષણો: એક સ્વસ્થ શરીર માટે પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને ખનિજોની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે શરીરમાં કોઈ વિટામિન અથવા મિનરલની ઉણપ થાય, ત્યારે ઘણા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે. ત્યારે આજે અમે તમને આવા જ એક વિટામિની ઉણપ થવા પર જોવા મળતા લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છે.

આપણા સ્વાસ્થ્ય માટે વિટામિન B12 ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે શરીરમાં વિટામિન B12 ઓછું હોય છે, ત્યારે તે ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જાણો વિટામીન B12 ની ઉણપ થવા પર જોવા મળતા લક્ષણો.

જાણો શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય ત્યારે કયા લક્ષણો જોવા મળે છે (Vitamin B12 Deficiency Symptoms)

માથાનો દુખાવો - Vitamin B12 Deficiency Headache

  • વારંવાર માથાનો દુખાવો થવું પણ વિટામિન B12 ની ઉણપનું લક્ષણ હોઈ શકે છે.
  • બાળકો અને પુખ્ત વયના લોકોમાં વિટામિન B12 ની ઉણપને કારણે માથાનો દુખાવો અનુભવાય છે.
  • વિટામિન B12 ની ઉણપને કારણે માઇગ્રેનનો દુખાવો પરેશાન કરી શકે છે.
  • જો કે, શરીરમાં વિટામિન B12ની પૂર્તિ કરીને માથાના દુખાવામાં ઘણી હદ સુધી રાહત મળી શકે છે.

આ પણ વાંચો - High Blood Pressure: હાઈ બીપી તરત કંટ્રોલ કરી લેશે આ ઘરેલું ઉપાય, જાણો સરળ રીત

થાક - Vitamin B12 Deficiency Fatigue

  • શરીરના કોષોને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિટામિન B12ની જરૂર છે.
  • શરીરમાં વિટામિન B12 ની ઉણપ થવા પર થાક અને નબળાઈ અનુભવાય છે.
  • શરીરમાં વિટામિન B12 ની ઉણપને કારણે, સામાન્ય રેડ બ્લડ સેલ્સનું ઉત્પાદન ઘટી શકે છે.
  • જ્યારે શરીરમાં ઓક્સિજનને પેશીઓ સુધી પહોંચાડવા માટે પૂરતા પ્રમાણમાં રેડ બ્લડ સેલ્સ હોતા નથી, ત્યારે વ્યક્તિ નબળાઇ અને થાક અનુભવી શકે છે.

પાચન સમસ્યાઓ - Vitamin B12 Deficiency Symptoms Digestive

  • શરીરમાં વિટામિન B12 ની ઉણપને કારણે પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  • વિટામીન B12નું લેવલ ઓછું થવા પર ઝાડા, ઉબકા, કબજિયાત, ઉલ્ટી અને ગેસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ત્વચા પીળી પડવી - Vitamin B12 Deficiency Yellow Skin

  • શરીરમાં વિટામિન B12 ની ઉણપ થવા પર રેડ બ્લડ સેલ્સ ઘટે છે, જે ત્વચાને પીળી બનાવી શકે છે.
  • વિટામિન B12 ની ઉણપ થવા પર કમળાના લક્ષણો પણ જોવા મળે છે.
  • આ સ્થિતિમાં, ત્વચા અને આંખોનો સફેદ ભાગ પીળો થઈ શકે છે.

મોં કે જીભમાં દુખાવો - Vitamin B12 Deficiency Tongue Pain

  • શરીરમાં વિટામિન B12 ની ઉણપને કારણે ગ્લોસાઇટિસ જેવી સમસ્યા સર્જાઈ શકે છે.
  • આ સ્થિતિમાં, જીભમાં સોજો, રેડનેશ અને દુખાવો અનુભવાય છે.
  • આ સિવાય વિટામિન B12ની ઉણપથી સ્ટોમેટાઈટિસ થઈ શકે છે, જેમાં મોઢામાં ચાંદા અને સોજો આવી શકે છે.
  • જો તમને મોં અથવા જીભમાં દુખાવો અને સોજો લાગે છે, તો આ સ્થિતિને બિલકુલ અવગણશો નહીં.

હાથ અને પગમાં બળતરા

  • વિટામિન B12 ની ઉણપ થવા પર જ્ઞાનતંતુને નુકસાન થઈ શકે છે, જેનાથી હાથ અને પગમાં દુખાવો અને સુન્નતા થઈ શકે છે.
  • જો હાથ અને પગમાં બળતરા અને સુન્નતાનો અનુભવ થાય છે, તો આ સ્થિતિમાં વિટામિન B12 નું પરીક્ષણ કરી શકાય છે.

ડિપ્રેશન - Vitamin B12 Deficiency Depression

  • વિટામિન B12 સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરવા માટે જરૂરી હોય છે.
  • વિટામિન B12ની ઉણપ માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
  • શરીરમાં વિટામિન B12માં ઘટાડો ઓક્સિડેટીવ સ્ટ્રેસમાં વધારો કરી શકે છે.
  • જેના કારણે લોકો તણાવ, ચિંતા અને ડિપ્રેશનનો અનુભવ કરી શકે છે.

વિટામિન B12 ના સોર્સ - Vitamin B12 Sources in Gujarati

  • સારડીન
  • ટુના માછલી
  • સૅલ્મોન
  • દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ
  • ઈંડા
  • ફોર્ટિફાઇડ અનાજ
  • ચીઝ

Picture Courtesy: Freepik