Vitamin B12 Deficiency: વિટામિન B12ની ઉણપ પણ વધારશે હાર્ટ એટેકનો ખતરો, આ બાબતોનું ધ્યાન રાખશો તો બચી જશો

વિટામિન B12 શરીરમાં બ્લડ સેલ્સનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ સેલ્સ શરીરના વિવિધ ભાગોમાં ઑક્સિજન પહોંચાડે છે. આ વિટામિનની ઉણપથી નર્વસ સિસ્ટમ સબંધિત સમસ્યા થઈ શકે છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 09 Oct 2025 07:11 PM (IST)Updated: Thu, 09 Oct 2025 07:11 PM (IST)
vitamin-b12-deficiency-cause-heart-attack-identify-these-symptoms
HIGHLIGHTS
  • વિટામિન B12 મોટાભાગે માંસ, માછલી, ઈંડા અને ડેરી પ્રોડક્ટમાંથી મળે છે
  • દરેક વ્યક્તિને પ્રતિદિન 2.4 માઈક્રોગ્રામ વિટામિન B12ની આવશ્યક્તા છે

Vitamin B12 Deficiency: કોવિડ પછી હાર્ટ એટેક (Heart Attack)અને હાર્ટ સબંધિત બીમારીઓના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે પણ હાઈ બ્લડ પ્રેશરની વાત આવે, તો હંમેશા ડૉક્ટરો તેના માટે ડાયટ, સ્ટ્રેસ લેવલ, એક્સરસાઈઝ અને ઊંઘની ઉણપને જવાબદાર ઠેરવે છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ સબંધિત સમસ્યા પાછળ કેટલાક પોષક તત્વોની ઉણપ પણ જવાબદાર હોઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વિટામિન B12ની ઉણપ પણ વર્ષોથી બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકના ખતરાને છાનામાના વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

ઈન્ટરનેશનલ જર્નલ ઑફ એકેડેમિક મેડિસિન એન્ડ ફાર્મસીમાં જણાવ્યા પ્રમાણે, શરીરમાં વિટામિન B12 પણ અનેક રીતે તમારા હ્રદયના સ્વાસ્થ્યને અસર કરે છે. આજે અમે આ આર્ટિકલમાં જણાવીશું કે, શરીરમાં વિટામિન B12ની ઉણપ કેવી રીતે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

શાકાહારી વસ્તી ધરાવતા ગુજરાતમાં ઘણાં લોકોમાં વિટામિન B12ની ઉણપ
હકીકતમાં એક રિસર્ચમાં હાર્ટ અને વિટામિન B12 વચ્ચેના ગાઢ સબંધનો ખુલાસો થયો છે. જ્યારે શરીરમાં વિટામિન B12નું લેવલ ઘટી જાય છે, ત્યારે બ્લડ પ્રેશર આપોઆપ વધી જાય છે. જે સમય જતાં હ્રદયની ધમનીઓ અર્થાત હાર્ટ વેસલ્સને નુકસાન પહોંચાડે છે. આથી તાત્કાલિક સારવાર મેળવવી જરૂરી થઈ જાય છે. સમગ્ર વિશ્વમાં કરોડો લોકોમાં વિટામિન B12ની ઉણપ જોવા મળે છે,તેમાં પણ જ્યાં સૌથી વધુ શાકાહારી લોકો રહે છે, તેવા ગુજરાતમાં તો વિટામિન B12ની ઉણપ મોટાભાગના લોકોમાં જોવા મળે છે.

naidunia_image

વિટામિન B12 કેમ જરૂરી
વિટામિન 12 આપણા શરીર માટે એક જરૂરી પોષક તત્વ છે, જે રેડ બ્લડ સેલ્સને બનાવવામાં, નર્વસ સિસ્ટમના કામ તેમજ DNA સિન્થસિસ માટે ખૂબ જ આવશ્યક છે. આ સિવાય બી12 લોહીમાં એમિનો એસિડ, હોમોસિસ્ટીનના રેગ્યુલેશનનું પણ કામ કરે છે. જ્યારે હોમોસિસ્ટીનનું લેવલ વધી જાય છે, ત્યારે તે હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

વિટામિન B12 અને હાર્ટ એટેકનું કનેક્શન (Heart Attack Risk)

જ્યારે પણ વિટામિન B12નું લેવલ ઘટી જાય છે, ત્યારે શરીર હોમોસિસ્ટીનને જરૂરી કમ્પાઉન્ડમાં પરિવર્તિન નથી કરી શકતું. એવામાં હાઈ હોમોસિસ્ટીન બ્લડ વેસલ્સ માટે ટૉક્સિક બની જાય છે. જેના પરિણામે સોજા આવે છે અને આર્ટરીઝના અંદરના લેવલને નુકસાન પહોંચે છે. જેનાથી એથેરોસ્ક્લેરોસિસ અર્થાત પ્લાક જામવાની પ્રોસેસ ઝડપી બની જાય છે.

હાઈ હોમોસિસ્ટીનના કારણે લોહીના ગઠ્ઠા જામવાની સંભાવના અનેકગણી વધી જાય છે, જેના પરિણામે બ્લોકેજનો ખતરો ધે છે, જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

naidunia_image

વિટામિન B12 હેલ્ધી હાર્ટ માટે પણ ખૂબ જ અગત્યનું છે. હકીકતમાં વિટામિન B12 હોમોસિસ્ટીનને કંટ્રોલમાં રાખવા માટે ફોલેટ અને વિટામિન બી6ની સાથે મળીને કામ કરે છે. એવામાં જો ત્રણ પૈકી કોઈ એકની ઉણપ પણ રિસ્ક ફેક્ટરને અનેકગણો વધારી શકે છે. જેનાથી બ્લડ વેસલ્સ પર દબાણ પડે છે અને હાઈ બ્લડપ્રેશરનું કારણ બને છે.

વિટામિન B12ની ઉણપના લક્ષણો (Vitamin B12 Deficiency Symptoms)

  • સતત થાક અને નબળાઈનો અહેસાસ
  • ઝાડા-ઉલટી થવી
  • ભૂખ ઓછી લાગવી
  • સડસડાટ વજન ઉતરવા માંડે
  • મોંઢું સૂકાઈ જાય
  • સ્કીન પીળાશ પડતી થઈ જાય
  • હાથ-પગમાં કળતર
  • દ્રષ્ટિ ધુંધળી થઈ જવી
  • બોલતી વખતે જીભ થોથવાય
  • સ્વભાવ ચિડિયો થઈ જાય