Stomach Problem: પેટમાં ગરબડ થાય તો શું ખાવું? ચિંતા છોડો, આ 5 ફૂડ્સ તમારી પાચનશક્તિ તરત જ મજબૂત કરશે

આજકાલ ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે પેટમાં ગરબડ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જંકફૂડ ખાવાથી પણ પેટ પર સૌથી વિપરિત અસર પડી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 29 May 2025 09:48 PM (IST)Updated: Thu, 29 May 2025 09:48 PM (IST)
relieve-stomach-problems-naturally-try-these-effective-home-remedies
HIGHLIGHTS
  • લાંબા ગાળાથી પેટમાં સમસ્યા રહેતી હોય તો તબીબની સલાહ લેવી

Stomach Problem Home Remedies: જંક ફૂડના વધતા ક્રેઝને કારણે આજકાલ દરેક વ્યક્તિને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની આદત પડી ગઈ છે. આ સાથે ખરાબ જીવનશૈલી પણ આપણા પાચનતંત્રને અસર કરવા લાગે છે. જેના કારણે કબજિયાત, ઝાડા, પેટમાં દુખાવો અને એસિડિટી જેવી સમસ્યાઓ થવા લાગે છે. આમાંની સૌથી સામાન્ય સમસ્યા પેટ ખરાબ થવાની છે.

આવી સ્થિતિમાં પેટ ભારે થઈને ફૂલે તેવા ખાદ્ય પદાર્થોનું સેવન ટાળવામાં આવે છે. આમ છતાં લોકોના મનમાં એક પ્રશ્ન ચોક્કસ થાય કે, પેટમાં ગરબડ થાય ત્યારે કઈ વસ્તુઓ ખાવી જોઈએ? જો તમે પણ આ બાબતે મૂંઝવણમાં મૂકાયા હોવ, તો ચિંતા છોડો આજે અમે તમને એવા ખોરાકના વિકલ્પો જણાવીશું, જે તમે પેટ ખરાબ થવા પર પણ લઈ શકો છો.

પપૈયું: પેટ ખરાબ થવાની સમસ્યામાં પપૈયા ખાવાનું ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે હલકુ અને પચવામાં પણ સરળ છે. પપૈયામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તેના સેવનથી કબજિયાત, એસિડિટી અને ઝાડા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. આજ કારણોસર પેટમાં ગરબડ થાય, ત્યારે પપૈયા પર બ્લેક સૉલ્ટ નાખીને ખાવાની સલાહ આપવામાં આવે છે.

કાચા કેળા: કાચા કેળા ખાવાથી પણ પાચન સબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. હકીકતમાં કાચા કેળામાં પેક્ટીન હોય છે, જે લિક્વિડ ફાઇબર છે. જેનાથી કબજિયાતથી લઈને પેટમાં ગરબડ થવા સુધીની અનેક સમસ્યાઓમાં ઘણી રાહત મળે છે. તેનું સેવન શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં મદદ કરે છે.

નાળિયેર પાણી: પેટમા ગરબડ થાય ત્યારે મોટા પ્રમાણમાં લિક્વિડ લેવામાં આવતું હોય છે. આવી સ્થિતિમાં તમે નાળિયેરનું પાણી લઈ શકો છો. નારિયેળના પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેમાં કેલરી અને ચરબી ઓછી હોય છે, જે પાચનતંત્રને ખરાબ સ્થિતિથી રાહત આપે છે.

દહીં: પેટ ખરાબ થવા પર પણ દહીંનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે, જે પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપી શકે છે. આનાથી પેટના દુખાવા અને કબજિયાતમાં રાહત મળે છે અને તમને સારું લાગે છે.

જીરાનું પાણી: પાચન સંબંધિત સમસ્યાઓમાં જીરુંનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને પેટને આરામ આપે છે. જીરાનું પાણી પીવાથી કબજિયાત, પેટમાં દુખાવો, એસિડિટી વગેરે સમસ્યાઓમાં તાત્કાલિક રાહત મળી શકે છે.

દહીં અને જીરું: દહીમાં શેકેલું જીરું અને બ્લેક સૉલ્ટ ઉમેરીને લઈ શકાય છે. જેના પરિણામે સારા બેક્ટરીયા વધવાથી તમારું પેટ ઝડપથી સારું થઈ જશે. આ સિવાય તમે આદુ અને મધનું પણ સેવન કરી શકો છે. તેમજ શેકેલો અજમો અને બ્લેક સૉલ્ટ મિક્સ કરીને તેનો પાવડર બનાવીને પણ લઈ શકો છો, જેનાથી પેટમાં ગરબડ થવા પર તરત જ આરામ મળે છે.