Peanut Side Effects: આ લોકો ભૂલથી પણ ના ખાય મગફળી, નહીંતર તબિયત બગડતા વાર નહીં લાગે

મગફળી ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારનો પહોર છે. રાતે મગફળી ના ખાવી જોઈએ, કારણ કે તેનાથી ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યા વધી જાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 02 Nov 2024 07:00 PM (IST)Updated: Sat, 02 Nov 2024 07:01 PM (IST)
peanut-side-effects-who-should-avoid-it
HIGHLIGHTS
  • 'ગરીબોની બદામ' ગણાતી મગફળી પણ સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડશે

Peanut Side Effects: શરીરને સ્વસ્થ રાખવા માટે ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે. આ માટે ડાયટમાં પોષક તત્વોથી ભરપુર ખોરાક સામેલ કરવો જોઈએ. આમ તો મગફળી પણ વિટામિન્સ, મિનરલ્સ, ન્યૂટ્રિએન્ટ્સ અને એન્ટી ઑક્સિડેન્ટથી ભરપુર છે. જેના કારણે મગફળીને 'ગરીબોની બદામ' પણ કહેવાય છે. જો કે કેટલાક લોકો માટે મગફળી નુકસાનકારક નીવડી શકે છે.

કેટલીક બીમારીઓ એવી છે, જેમાં મગફળી ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આ બીમારીના શિકાર હોવ અને મગફળી ખાવ તો તમારી તબીયત વધારે બગડી શકે છે.તો ચાલો જાણીએ કેવા લોકોએ મગફળી ખાવાથી દૂર રહેવું જોઈએ..

જો તમને કોઈ પાચન સબંધિત સમસ્યા હોય, જેમ કે ગેસ, અપચો કે એસિડિટી તો તમારે મગફળી ખાવાથી દૂર રહેવું જોઈએ. જો તમને પહેલાથી જ પેટ સબંધિત સમસ્યા હોય અને મગફળી ખાશો તો તમારી સમસ્યા વકરી શકે છે.

જો તમે તમારું વજન ઉતારવા માંગતા હોવ, તો તમારે મગફળી ખાવાથી બચવું જોઈએ. કારણ કે મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં કેલેરી હોય છે. જેના કારણે તમે ખાવ તો વજન વધવા લાગે છે.

જો તમને યુરિક એસિડ વધવાની સમસ્યાથી પીડિત હોવ, તો પણ તમારે મગફળી ખાવાનું ટાળવું જોઈએ. મગફળી ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધી શકે છે અને સંધિવાની સમસ્યા પણ થઈ શકે છે.

બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ બને ત્યાં સુધી મગફળીથી દૂર રહેવું જોઈએ. મગફળીને મીઠામાં શેકીને ખાવાથી રક્ત વાહીની સાંકડી થવા લાગે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધવા માંડે છે.

ઘણા લોકોને મગફળી ખાધા પછી એલર્જીની સમસ્યા પણ જોવા મળે છે. જો કે દરેક વ્યક્તિમાં એલર્જીના લક્ષણો અલગ-અલગ હોય છે. જેમકે ખણ આવવી, લાલ ચકામા પડવા, સોજા, ઝાડા થઈ જવા, ઉલટી, ઉબકા આવવા, શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ વગેરે. આથી જો કોઈ વ્યક્તિને એલર્જી જણાય તો તેમણે પણ મગફળીથી દૂર રહેવું જોઈએ.

હેલ્થ એક્સપર્ટના મતે, મગફળી ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારનો પહોર છે. રાતે મગફળી ના ખાવી જોઈએ, કારણ કે તેનાથી ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યા વધી જાય છે.