Kantola Vegetable Benefits: કેન્સરમાં કારગર છે કંટોલા; વજન ઓછું કરવામાં પણ ઉપયોગી

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 05 Aug 2024 05:34 PM (IST)Updated: Mon, 05 Aug 2024 05:34 PM (IST)
monsoon-diet-tips-health-benefits-of-consuming-kantola-vegetable-or-spiny-gourd-in-gujarati

Kantola Vegetable Benefits: જો તમે વજન ઓછું કરવા માંગો છો તો કંટોલા તમારા માટે એક દવા સમાન છે. ઘણા લોકોને કંટોલાનો સ્વાદ પસંદ નથી હોતો. પરંતુ તમે તેને અલગ અલગ શાક સાથે ખાઈ શકો છો જ્યારે તેનું અથાણું બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

1) કેન્સરમાં કારગર
કંટોલામાં લ્યુટીન જેવા ઘણા કેન્સર વિરોધી તત્વો હોય છે. તે કેન્સરને રોકવામાં કારગર સાબિત થાય છે. એટલું જ નહીં તે આંખ અને હૃદય સંબંધિત રોગોથી પણ બચાવે છે. કંટોલાનું શાક બનાવીને અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ સેવન કરવું જોઈએ.

2) વજન ઘટાડવામાં ઉપયોગી
કંટોલાના શાકમાં મોટા પ્રમાણમાં ફાયબર હોય છે. તે ખાવાથી પેટ ભર્યું લાગે છે. તેથી લંચ અને ડિનર વચ્ચે તમે અન્ય કોઈ વસ્તુઓ ખાવાથી બચી શકો છો. કંટોલામાં ખૂબ જ ઓછી કેલેરી હોય છે. જેથી તે વજન ઘટાડવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.

3) શરદી અને ઉધરસમાં રાહત
કંટોલામાં એન્ટિ-એલર્જિક અને એનાલજેસિક ગુણ હોય છે, જેના કારણે તે શરદી અને ઉધરસમાં રાહત આપે છે.

4) કબજિયાત અને અપચો મટાડે છે.
કંટોલાના નિયમિત સેવનથી આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. કંટોલાનું સેવન કરવાથી કબજિયાત અને અપચો જેવી બીમારીઓ ઝડપથી મટે છે.