ડાયાબિટીસમાં બહુ ફાયદાકારક છે ફુદીનાનું પાણી, ઘટાડશે બ્લડ શુગર

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Sun, 22 Jan 2023 07:30 AM (IST)Updated: Sun, 22 Jan 2023 07:30 AM (IST)
mint-water-is-very-beneficial-in-diabetes-it-will-reduce-blood-sugar

ફુદીનાનું પાણી ડાયાબિટીસ માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. અહીં જુઓ તેનો કેવી રીતે ઉપયોગ કરવો.

અસંતુલિત ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે. એક આંકડા અનુસાર, આગામી વર્ષોમાં આખી દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સૌથી વધારે સંખ્યા ભારતમાં જ ગશે. ડાયાબિટીસ ખાનપાન અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલ બીમારી છે. ખાનપાનની ખોટી આદત અને નિષ્ક્રિય જીવનશૈલીના કારણે તમારા શરીરમાં બ્લડ શુગર બહુ ઝડપથી વધવા લાગે છે. જેના કારણે તમે ડાયાબિટીસના શિકાર બનો છો. ડાયાબિટીસને સારા ડાયટ અને નિયમિત કસરતથી રિવર્સ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને ડૉક્ટર હંમેશાં એવી વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપે છે, જેમાં શુગરની માત્રા બહું ઓછી હોય છે. ડાયાબિટીસની સમસ્યામાં ફુદીનાનું પાણી પીવાથી ઘણા ફાયદા મળે છે. આજે અમે જણાવી રહ્યા છીએ તેના વિશે વિસ્તૃતમાં.

ડાયાબિટીસ માટે ફુદીનાના પાણીના ફાયદા
ફુદીનાનું પાણી શરીર માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. ફુદીનાના પાનમાં રહેલ ગુણો શરીરની સફાઈમાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ મળે છે અને વજનને નિયંત્રિત કરવામાં પણ ફાયદો મળે છે. ડાયાબિટીસની સમસ્યામાં શરીરનું બ્લડ શુગર લેવલ વધી જાય છે. જેના કારણે તમારા શરીરમાં ઈંસુલિનનું નિર્માણ યોગ્ય રીતે થઈ શકતું નથી. ડાયાબિટીશમાં ફુદીનાનું પાણી પીવાથી તમારું બ્લડ શુગર નિયંત્રિત રહે છે અને ઈંસુલિન પ્રોડક્શનને ઠીક કરવામાં પણ ફાયદો મળે છે. ફુદીનામાં એન્ટી-ઑક્સિજન, એનોલિન કંપાઉન્ડ હોય છે. જેનું સેવન કરવાથી તમારા શરીરમાં બ્લડ શુગરની માત્રા ઓછી થાય છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

naidunia_image

ફુદીનાનું પાણી બનાવવાની રીત
ફુદીનાનું પાણી પીવાથી બ્લડ શુગર તો નિયંત્રિત થાય જ છે, સાથે-સાથે ડાયાબિટીસમાં થતી સમસ્યાઓથી પણ છૂટકારો મળે છે. તમે ઘરે સરળતાથી ફુદીનાનું પાણી બનાવી શકો છો. આ માટે સૌથી પહેલાં ફુદીનાનાં પાન સાફ કરીને સ્વચ્છ પાણીમાં નાખો અને સવારે તેને પાણીમાં ઉકાળી લો. આ રીતે તૈયાર કરેલ ફુદીનાના પાણીમાં તમે કાળામરી પાવડર અને લીંબુનો રસ મિક્સ કરો. નિયમિત તેનું સેવન કરવાથી ડાયાબિટીસમાં ઘણો ફાયદો મળે છે.

ડાયાબિટીસની સમસ્યામાં ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાનપાન અને જીવનશૈલી સાથે સંકળાયેલ બેદરકારી ડાયાબિટીસમાં ભારે પડી શકે છે. નિયમિત ફુદીનાનું પાણી પીવાથી તમને ડાયાબિટીસમાં બહુ ફાયદો મળે છે. તેનું સેવન કરવાથી એકવાર ડાયટિશિયન અકે ડૉક્ટરની સલાહ એકવાર ચોક્કસથી લેવી જોઈએ.

અમને આશા છે કે, આ લેખ તમને ચોક્કસથી ગમ્યો હશે. આ લેખને ફેસબુક પર લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.

(Image Courtesy: Freepik.com)

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે,  compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.