Raisin Water Benefits: કિશમિશ અર્થાત કાળી દ્રાક્ષ એક પૌષ્ટિક ડ્રાય ફ્રૂટ છે, જેમાં અનેક જરૂરી વિયામિન્સ અને મિનરલ્સ મળી આવી છે. આજ કારણોસર સવારને ઉઠીને ચા-કૉફીની જગ્યાએ માત્ર એક ગ્લાસ કિશમિશનું પાણી પીવામાં આવે, તો સ્વાસ્થ્યને ગજબ ફાયદા મળી શકે છે.
કિશમિશનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ટૉનિકનું કામ કરી શકે છે. જેને નિયમિત પીવાથી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓથી બચવામાં મદદ મળી શકે છે. આજ કારણોસર ન્યૂટ્રિશન સાયન્સ પણ તેના ફાયદા સ્વીકારે છે. આખી રાત પલાશેલ કિશમિશ અને તેનું પાણી શરીરને માત્ર એનર્જી જ નથી આપતું, પરંતુ તમારું પાચન સુધારવા, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને સ્કિનનો ગ્લો વધારવામાં મદદ કરે છે.
કિશમિશનું પાણી પીવાના જાદુઈ ફાયદા (Raisin Water Benefits)
- પાચન સુધારે: કિશમિશનું પાણી ફાઈબરથી ભરપુર હોય છે. જેમાં નેચરલ લેક્સેટિવ ગુણ મળી આવે છે. દરરોજ સવારે કિશમિશનું પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને આંતરડા સારી રીતે સાફ થાય છે. આ પાણી પેટમાં ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યા દૂર કરીને પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આટલું જ નહીં, કિશમિશનું પાણી શરીરમાંથી ટૉક્સિન્સને બહાર નીકાળવાનું કામ કરે છે.
- એનર્જીનો નેચરલ સોર્સ: કિશમિશમાં ફ્રૂક્ટોઝ અને ગ્લુકોઝ સારા એવા પ્રમાણમાં હોય છે. સવારે ખાલી પેટ કિશમિશનું પાણી પીવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે અને થાક દૂર થાય છે. આ કેફિન વિના એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. જેના પરિણામે દિવસની શરૂઆતથી જ તમને એકદમ ફ્રેશ ફિલ થાય છે.
- બ્લડ પ્યુરિફાઈ: કિશમિશ આયરન અને કૉપર જેવા મિનરલ્સનો સારો સોર્સ છે. દરરોજ કિશમિશનું પાણી પીવાથી શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધે છે. જેના પરિણામે એનીમિયા જેવી સમસ્યાથી બચી શકાય છે. આ પાણી બ્લડ પ્યુરિફાઈ કરવાનું કામ કરે છે. જેનાથી સ્કિન સબંધિત સમસ્યા દૂર થાય છે અને ચહેરા પર નેચરલ ગ્લો આવે છે.
- હાડકા મજબૂત બનાવે: કિશમિશમાં કેલ્શિયમની સાથે-સાથે બેરૉન નામનું તત્વ પણ મળી આવે છે, જે કેલ્શિયમને ઑબ્ઝર્વ કરવા અને હાડકાની મજબૂતી માટે ખૂબ જ જરૂરી છે. નિયમિત કિશમિશનું પાણી પીવાથી ઑસ્ટિયોપોરોસિસ જેવી હાડકાની બીમારીનો ખતરો ટળી જાય છે. આ સાથે જ સાંધાના દુખાવામાં આરામ મળે છે.
- ઈમ્યૂનિટી બૂસ્ટર: કિશમિશમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જે શરીરને બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધારવામાં મદદ કરે છે. નિયમિત કિશમિશનું પાણી પીવાથી શરદી-ઉધરસ અને તાવ જેવા ઈન્ફેક્શનનો ખતરો ટળી જાય છે. આ પાણી શરીરમાં રહેલ ફ્રી રેડિકલ્સ સામે લડીને સેલ્સને ડેમેજ થતાં બચાવે છે.
- વજન ઘટાડે: કિશમિશનું પાણી વજન ઉતારવામાં પણ મદદરૂપ છે. જેમાં રહેલ નેચરલ સુગર શરીરના ગળ્યા ખાવાની ક્રેવિંગને ઘટાડે છે. આ સાથે જ ફાઈબરથી ભરપુર હોવાના કારણે પેટ પણ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. જેના પરિણામે તમે ઓવર ઈટિંગથી બચી જાવ છો અને તમારું વજન પણ ઘટે છે.
- કિશમિશનું પાણી કેવી રીતે બનાવશો?
કિશમિશનું પાણી બનાવવું એકદમ સરળ છે. આ માટે રાતે સૂતા પહેલા એક મુઠ્ઠી (15 થી 20) કિશમિશને સારી રીતે ધોઈને એક ગ્લાસ ચોખ્ખા પાણીમાં પલાળી દો. સવાર ઉઠીને આ પાણીને ખાલી પેટ પી લેવું જોઈએ. જ્યારે પલળેલી કિશમિશને ચાઈને ખાઈ શકો છો.
કિશમિશના પ્રકાર
બ્લેક કિશમિશ: જેને તડકામાં સૂકવવામાં આવે છે. જેમાં આરયન અને ફાઈબર વધારે હોય છે. તેમજ આવી કિશમિશ એન્ટી ઑક્સિડેન્ટથી ભરપુર હોય છે.
ગોલ્ડન કિશમિશ: આવી કિશમિશને સલ્ફર ડાયોક્સાઈડથી ટ્રીટ કરવામાં આવે છે અને મશીનમાં ડ્રાય થાય છે. જે ટેસ્ટમાં ગળી હોય છે. જો તમે સ્વાસ્થ્ય ખાતર ખાતા હોવ, તો બ્લેક કિશમિશ સૌથી બેસ્ટ છે. જ્યારે સ્વાદ પસંદ કરનારા લોકોને ગોલ્ડન કિશમિશ વધારે ભાવે છે.
