How to Control Diabetes: ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે 3 અચૂક ઉપાયો, જો દરરોજ તેને અજમાવશો તો થોડા અઠવાડિયામાં જ તમારું સુગર નિયંત્રણમાં આવી જશે

આયુર્વેદિક ડૉક્ટર દ્વારા ભલામણ કરાયેલ આ ટિપ્સ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 01 Nov 2025 03:09 AM (IST)Updated: Sat, 01 Nov 2025 03:09 AM (IST)
how-to-control-diabetes-3-surefire-ways-to-control-diabetes-if-you-try-them-every-day-your-sugar-will-be-under-control-within-a-few-weeks

How to Control Diabetes: કુદરત પાસે ઘણી બીમારીઓનો ઈલાજ છે. પછી ભલે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાની હોય, બીમારી અટકાવવાની હોય કે વિવિધ બીમારીઓથી રાહત આપવાની હોય, આપણા રસોડામાં રહેલા મસાલા, જડીબુટ્ટીઓ અને અન્ય ઘટકો ઔષધીય ગુણધર્મોથી ભરપૂર હોય છે. ઘણા સ્વદેશી ઉપાયો ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. જ્યારે આપણું શરીર યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે, ત્યારે બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે.

હોર્મોન ઇન્સ્યુલિન ખોરાકમાંથી ગ્લુકોઝને બ્લડના સેલ્સમાં લઈ જવાનું કામ કરે છે. એવામાં જો તે યોગ્ય ન થાત તો સુગર બ્લડમાં જ રહે છે અને તેનો ઉપયોગ શરીર યોગ્ય રીતે ન કરી શકત. એવામાં ઈન્સ્યુલિન સીક્રેશન અને સેન્સિટિવિટીને સુધારવા અને બ્લડ સુગર લેવલે કંટ્રોલ કરવામાં અનેક આયુર્વેદિક ટિપ્સ મદદ કરે છે. અહીં, અમે આવી જ 3 આયુર્વેદિક ફોર્મ્યુલા અંગે જણાવી રહ્યા છીએ. આ જાણકારી ડૉ. દીક્ષા ભાવસાર દ્વારા પ્રદાન કરવામાં આવી છે. ડૉ. દીક્ષા આયુર્વેદિક ઉત્પાદનો બ્રાન્ડ ધ કદંબ ટ્રી અને BAMS (Bachelor of Ayurveda Medicine)ના સ્થાપક છે.

ત્રિફળા ગિલોય ડિટોક્સ ડ્રિંક - giloy juice for health

naidunia_image

ત્રિફળા અને ગિલોયમાંથી બનેલ ડિટોક્સ ડ્રિંક બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. આ બંને વસ્તુ પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે પણ અત્યંત ફાયદાકારક છે. અડધી-અડધી ચમચી આ બંને વસ્તુને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખવાનું છે અને સવારે ખાલી પેટ પીવાનું છે. આનાથી લીવર અને પેનક્રિયાઝ ડિટોક્સ થાય છે, ટોક્સિન્સ ઘટાડે છે અને પાચનમાં સુધારો કરે છે. આ ડ્રિંક ડાયાબિટીસ માટે અત્યંત ફાયદાકારક છે.

હળદર અને આમળા પાવડર

હળદર અને આમળા પાવડર સમાન માત્રામાં લો. ભોજન પહેલાં એક ગ્લાસ નવશેકા પાણીમાં આ પાવડરનો 1 ચમચી લો. આ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે, ઈન્ફ્લેમેશન ઘટાડે છે અને લીવર ફંકશનને યોગ્ય કરે છે. તે શરીરને ડિટોક્સિફાઇ કરવામાં અને પાચનમાં સુધારો કરવામાં પણ મદદ કરે છે.

ગુડમાર, તુલસી અને તજ ચા

થોડા ગુડમાર, તુલસીના પાન અને તજનો એક નાનો ટુકડો લો. તેમને બે ગ્લાસ પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય. તેને હૂંફાળું પીવો. તે ઇન્સ્યુલિન કાર્યમાં સુધારો કરે છે, સુગર ક્રેવિંગ્સને ઘટાડે છે અને બ્લડમાં શુગર લેવલને બેલેન્સ કરે છે. ગુડમાર ગ્લુકોઝ મેટાબોલિઝ્મને યોગ્ય કરે છે, જ્યારે તુલસી અને તજ પેનક્રિયાઝ ફંકશનને સુધારે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે, તમે નિષ્ણાતો દ્વારા ભલામણ કરાયેલા આ ઉપાયો અજમાવી શકો છો. જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા હોય તબીબની સલાહ લો.