High BP Control Tips: હાઈ બ્લડ પ્રેશરએ આજના સમયની એક ગંભીર અને સામાન્ય સમસ્યા બની ગઈ છે. ધમનીઓમાં લોહીનું દબાણ વધવાના કારણે હૃદય રોગ અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધી જાય છે. બજારમાં આ માટે ઘણી દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ જીવનશૈલીમાં સકારાત્મક ફેરફારો અને કેટલાક સરળ ઘરેલું ઉપચારો દ્વારા તેને કુદરતી રીતે પણ કંટ્રોલ કરી શકાય છે. અહીં બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાના મુખ્ય અને અસરકારક ઘરેલું ઉપાયો આપેલા છે:
હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે ઘરેલું ઉપચાર:
મીઠાનું ઓછું સેવન
જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હોવ અને સ્થિતિને કંટ્રોલમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવ, તો તમારે તમારા મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. વધુ પડતા સોડિયમના સેવનથી શરીરમાં પાણીની જાળવણી વધી શકે છે. તમારે પ્રોસેસ્ડ ફૂડ્સ ટાળવા જોઈએ, ફૂડ લેબલ વાંચવાની આદત પાડવી જોઈએ, અને સાદા મીઠુંને સિંધવ મીઠું વાપરવું જોઈએ.
પોટેશિયમથી ભરપૂર ખોરાકનું સેવન કરો
હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરવા માટે તમારા આહારમાં પોટેશિયમનો સમાવેશ કરો. પોટેશિયમથી ભરપૂર ખોરાક તમારી રક્તવાહિનીઓ પરનો ભાર ઘટાડીને હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
પુષ્કળ પાણી પીઓ
પાણીની અછતથી લોહી ઘટ્ટ બળે છે અને પરિભ્રમણમાં અવરોધ આવે છે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી લોહીનું પ્રમાણ નિયંત્રિત રહે છે અને બ્લડ પ્રેશર સામાન્ય બને છે. દરરોજ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી ચોક્કસ પીવો.
નિયમિત કસરત અને વજન પર નિયંત્રણ
વધારે પડતું વજન અથવા સ્થૂળતા હૃદય પર દબાણ વધારે છે. બોડી માસ ઇન્ડેક્સ સંતુલિત રાખવા માટે રોજ 30 થી ૪૫ મિનિટ ઝડપી ચાલવું, સાઇકલિંગ અથવા સ્વિમિંગ જેવી કસરતો કરો. વજન ઘટવાની સાથે બ્લડ પ્રેશરમાં સીધો સુધારો જોવા મળે છે.
માનસિક તણાવ મુક્ત રહો
આજની ભાગદોડ વાળી જિંદગીમાં તણાવ બ્લડ પ્રેશર વધારવાનું મુખ્ય કારણ છે. તણાવ મુક્ત રહેવા માટે રોજ 15-20 મિનિટ ધ્યાન, પ્રાણાયામ અને યોગ કરો. આનાથી હોર્મોન્સ સંતુલિત થાય છે અને નર્વસ સિસ્ટમ શાંત બને છે.
