Cervical Pain: ડોકમાં તીવ્ર દુખાવો ગંભીર સમસ્યાનો હોઈ શકે છે સંકેત, આ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે દોડો

જો લાંબા સમય સુધી ડોકમાં દુખાવો રહે અને તેની સાથે-સાથે કેટલાક અન્ય લક્ષણો પણ જણાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જરૂરી છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 Aug 2025 08:17 PM (IST)Updated: Sat, 09 Aug 2025 08:17 PM (IST)
health-tips-in-gujarati-what-kind-of-diseases-cause-cervical-pain
HIGHLIGHTS
  • ડોકમાં દુખાવાના કારણો, લક્ષણો અને બચવાના ઉપાયો વિશે જાણો

Cervical Pain: ડોકનો દુખાવો સાધારણ જ નથી હોતો, પરંતુ તે કોઈ ગંભીર સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. મોટાભાગના લોકો ડોકના દુખાવાને થાક અથવા તો સૂતી વખત દબાણમાં આવવાથી દુખતું હોવાનું માનીને ઈગ્નોર કરી દેતા હોય છે, પરંતુ જો લાંબા સમય સુધી ડોકમાં દુખાવો રહે અને તેની સાથે-સાથે કેટલાક અન્ય લક્ષણો પણ જણાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જરૂરી છે. તો ચાલો આજે જાણીએ ડોકમાં તીવ્ર દુખાવા કેટલાક કારણો, લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો…

ડોકમાં તીવ્ર દુખાવાના કારણો: Causes Symptoms Of Cervical Pain

મશલ્સ પેઈન: લાંબા સમય સુધી મોબાઈલ કે લેપટોપ પર ઝુકીને કામ કરતાં રહેવું, ખોટી પોઝિશનમાં સૂવું અથવા અચાનક માથાને ઝટકો લાગવાથી માંસપેશી અર્થાત મશલ્સ ખેંચાઈ જતાં હોય છે. જેના પરિણામે ડોકમાં દુખાવો, મસલ્સ જકડાઈ જવાથી હલનચલનમાં તકલીફ જેવી સમસ્યા થઈ શકે છે.

જેનાથી બચવા માટે યોગ્ય પોઝિશનમાં બેસો, સ્ક્રીનને આંખોના લેવલ પર રાખો તેમજ દર 30-40 મિનિટમાં સ્ટ્રેચિંગ કરો.

સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ: જેમ-જેમ ઉંમર વધે છે, તેમ-તેમ આપણાં હાડકા અને ડિસ્કમાં ફેરફાર થતો હોય છે. જેને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ કહે છે. જેમાં ડોકની સાથે-સાથે ખભા અને હાથોમાં પણ દુખાવો થઈ શકે છે.

જેનાથી બચવા માટે હળવી કસરત, ફિઝિયોથેરાપી તેમજ બેસવાની યોગ્ય આદત અપનાવાથી ફાયદો થશે.

નસ પર દબાણ: ક્યારેક-ક્યારેક હાડકું બહાર ઉપસી આવે કે ડિસ્ક ખસી જાય, ત્યારે નસો પર દબાણ વધી જાય છે. જેના પરિણામે માત્ર ડોકમાં જ નહીં, હાથ અને આંગળીઓમાં પણ ઝણઝણાટી, ખાલી ચડવી તેમજ નબળાઈનો અહેસાસ થાય છે.

આ સમસ્યાથી બચવા માટે તબીબની સલાહ લઈને MRI અથવા એક્સ-રે કરાવ્યા બાદ યોગ્ય સારવાર મેળવવી જોઈએ।

ઈજા કે અકસ્માત: ઘણી વખત કાર અથવા ટૂ-વ્હીલર અકસ્માતમાં વ્હીપલેસ ઈન્જરી (માથાનું આગળ-પાછળ થવું) ડોકની માંસપેશીઓ અને લિંગામેન્ટ્સને નુક્સાન પહોંચાડી શકે છે.

જેનાથી બચવા માટે હેલમેટનો ઉપયોગ કરવો જોઈએ અને વધારે ઈજા લાગે, તો તરત જ મેડિકલ મદદ મેળવવી જોઈએ.

ઈન્ફેક્શન કે અન્ય ગંભીર બીમારી: કેટલાક કિસ્સાઓમાં ટ્યૂબરક્યુલોસિસ (TB), મેનિન્જાઈટિસ કે કેન્સર જેવી ગંભીર બીમારીઓના કારણે પણ ડોકમાં દુખાવો ઉપડતો હોય છે.

જેનાથી બચવા માટે સતત દુખાવો રહે, તાવ આવે, અચાનક વજન ઘટવા લાગે કે શરીરમાં સોજા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરને મળવું જોઈએ.

ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ? (Neck Pain Is Serious)

  • સતત 1-2 સપ્તાહ સુધી ડોકમાં તીવ્ર દુખાવો રહે
  • હાથ-પગ સુન્ન થઈ જાય અથવા નબળાઈ લાગે
  • અચાનક તાવ આવે અને તે સાથે જ ડોક જકડાઈ જાય
  • અચાનક વજન ઉતરવા માંડે અને શરીરમાં સોજા આવે