કબજિયાત દૂર કરવા સાથે જ હાર્ટને પણ હેલ્ધી રાખશે આ 'સુપરફૂડ', બોર ખાવાથી મળતા આ ગજબના ફાયદા જે તમે નહીં જાણતા હોવ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 04 Feb 2024 06:00 AM (IST)Updated: Sun, 04 Feb 2024 06:00 AM (IST)
health-tips-in-gujarati-ber-benefits

Ber Benefits: જો તમને મોસમી ફળ ખાવાનું પસંદ હોય તો શિયાળામાં બોરનું અવશ્ય સેવન કરો. બોરમાં વિટામિન્સ, રિબોફ્લેવિન અને થાઇમીન જેવા ઘણા તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત બોરમાં પ્રોટીન, પોટેશિયમ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે અને તે વિટામિન સીનો પણ સારો સ્ત્રોત છે. આયુર્વેદ અનુસાર, બોરના બીજમાં કેન્સર જેવી બીમારીઓ સામે લડવાની ક્ષમતા પણ હોય છે.

બોર ખાવાથી થશે આ ફાયદા

  • બોરના ફળ, પાન અને બીજનો ઉપયોગ અનેક સમસ્યાઓને દૂર કરે છે. બોરનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થશે અને કબજિયાતની સમસ્યામાં પણ ફાયદો થશે.
  • બોરમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. સેલ ડેમેજ અને ફ્રી રેડિકલ્સ સામે લડવામાં પણ ખૂબ મદદરૂપ છે. ખીલ અને ત્વચાના ડાઘની સમસ્યામાં બોરના સેવનથી ફાયદો થશે. તેનાથી ત્વચામાં ગ્લો આવશે.
  • બોર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. તેમાં વિટામિન સી, વિટામિન બી12 અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, જેનો ફાયદો તમને મળે છે. બોરમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
  • ડેન્ડ્રફની સમસ્યામાં પણ બોરના સેવનથી ફાયદો થશે. આવશ્યક પ્રોટીન ઉપરાંત બોરમાં વિટામિન સી, કેરીટાલોઇડ્સ અને બી કોમ્પ્લેક્સ પણ સારી માત્રામાં હોય છે. વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરવા માટે આ એક અસરકારક સારવાર છે. દરરોજ ઓછામાં ઓછા 8થી 10 બોરનું સેવન જરૂર કરો.
  • બોરના સેવનથી તણાવ અને અનિદ્રાની સમસ્યા દૂર થશે. તેમાં રહેલા પોષક તત્વો તણાવ દૂર કરે છે. બોરનું સેવન મગજના વિકાસ માટે પણ ફાયદાકારક છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.