Almond Benefits: વાસી મોંઢે પલાળેલી બદામ ખાવાથી સ્વાસ્થ્યને થશે ચમત્કારિક ફાયદા, જાણીને ચોંકશો તમે

બદામને હંમેશા ખાલી અર્થાત ભૂખ્યા પેટ અને આખી રાત પલાળીને સવારના પહોરમાં ચાવીને ખાવી જોઈએ. જેનાથી તમારા સ્વાસ્થ્યને તેનો પુરો લાભ થાય

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 08 Aug 2025 06:19 PM (IST)Updated: Fri, 08 Aug 2025 06:20 PM (IST)
health-tips-in-gujarati-benefits-of-eating-soaked-almonds-in-morning
HIGHLIGHTS
  • વૈજ્ઞાનિકો પણ ભૂખ્યા પેટે બદામ ખાવાથી થતાં ફાયદા પર રિસર્ચ કરે છે
  • એન્ટી ઑક્સિડેન્ટથી ભરપુર બદામ મેન્ટલ સ્ટ્રેસમાં રાહત આપે છે

Almond Benefits: ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વોથી ભરપુર ડ્રાય ફ્રૂટ બદામ સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે હાર્ટથી લઈને મગજ સુધીની અનેક બીમારીઓથી બચાવે છે અને વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે.

જો કે હંમેશા લોકો બદામને કેવી રીતે ખાવી અને ક્યા સમયે ખાવી તેને લઈને મુંઝાતા હોય છે. તો તમારી મુંઝવણ દૂર કરીને જણાવીએ તો, બદામને હંમેશા ખાલી અર્થાત ભૂખ્યા પેટ અને આખી રાત પલાળીને સવારના પહોરમાં ચાવીને ખાવી જોઈએ. આ સમયે મોંઢાની અંદર અનેક પ્રકારના હેલ્ધી બેક્ટેરિયા હોય છે, જે બદામને પચાવવામાં અને ફાયદો પહોંચાડવામાં મદદ કરે છે. વાસી મોંઢે પલાળેલી બદામ ખાવાના ફાયદા જાણવા માટે વૈજ્ઞાનિકો દ્વારા અનેક રિસર્ચ કરવામાં આવ્યા છે.

પોષક તત્વોથી ભરપુર બદામથી સ્વાસ્થ્યને થતા ફાયદા
બદામ ખાવાથી શરીરને પ્રોટીન, ફાઈબર, વિટામિન ઈ, હેલ્ધી ફેટ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, વિટામિન B2, ફોસ્ફરસ અને કૉપર મળી આવે છે. જે મગજ, હાર્ટ ઉપરાંત પેટ અને મસલ્સ માટે ખૂબ જ ફાયદેમંદ નીવડે છે. એન્ટી ઑક્સિડેન્ટથી ભરપુર બદામ મેન્ટલ સ્ટ્રેસને ઓછું કરવાનું કામ કરે છે.

બદામમાંથી મળતું વિટામિન E એક ફેટ સૉલ્યુબલ વિટામિન છે. જે વાળ, સ્કિન, મસલ્સ માટે ખૂબ જ જરૂરી છે. આ વિટામિન સેલ્સ બનાવવા માટે ખૂબ જ આવશ્યક છે.

  • બ્લડસુગર કંટ્રોલ કરે: પલાળેલી બદામ સુગર સ્પાઈકને કંટ્રોલ કરવાનો ઉત્તમ ઉપાય છે. ફાઈબરતી ભરપુર બદામ બ્લડસુગરને અચાનક વધતું અટકાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે વાસી મોંઢે પલાળેલી બદામ દવાનું કામ કરે છે.
  • બ્લડ પ્રેશરમાં લાભદાયી: બ્લડપ્રેશર વધારે રહે, તે હાર્ટ માટે જોખમી છે. લાંબા ગાળે તે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આથી વધતા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવા માટે મેગ્નેશિયમની જરૂર છે. બદામ મેગ્નેશિયમનો બેસ્ટ સોર્સ છે.
  • કોલેસ્ટ્રોલ વધતા અટકાવે: LDL કૉલેસ્ટ્રોલથી હાર્ટ સબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે. જો કે બદામ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામન કરે છે. પલાળેલી બદામ ખાવાથી નસોમાં બ્લોકેજ નથી થતું. જેના પરિણામે હાર્ટ ડિસીઝનો ખતરો ઓછો રહે છે.
  • વજન વધતુ અટકાવે: બદામમાં રહેલ ફાઈબર અને પ્રોટીનના કારણે તે પચવામાં સમય લે છે. જેથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહેતા, તમે ઓવર ઈટિંગથી બચી જાવ છે. સરવાળે તમારું વજન વધતુ અટકે છે.