Kantola Benefits: કેન્સર, બીપી સહિત અનેક બિમારીઓનો રામબાણ ઈલાજ, જાણો કંટોલા ખાવાના ફાયદા

ચોમાસામાં જોવા મળતા કંટોલા શરીરને ખૂબ જ ફાયદો કરે છે. તેને ખાવાથી શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. ચાલો જાણીએ તેને ખાવાના ફાયદા

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 26 Jul 2025 01:07 PM (IST)Updated: Sat, 26 Jul 2025 01:07 PM (IST)
health-benefits-of-kantola-vegetable-spiny-gourd-in-gujarati

Kantola Benefits, કંટોલા ખાવાના ફાયદા: ચોમાસામાં જોવા મળતા કંટોલા શરીરને ખૂબ જ ફાયદો કરે છે. તેને ઔષધિના રૂપમાં પણ જોવામાં આવે છે. આ સબ્જીમાં એટલી શક્તિ હોય છે કે થોડા દિવસોના સેવનથી જ તમારું શરીર તંદુરસ્ત બની જાય છે. કંકોડાને મીઠા કારેલાના નામે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કંટોલા ખાવાના ફાયદા.

કંટોલામાં રહેલા પોષક તત્વો

કંટોલામાં પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન A, વિટામિન B1, B2, B3, B5, B6, B9, B12, વિટામિન C, વિટામિન D2 અને 3, વિટામિન H, વિટામિન K, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, કોપર અને વિટામિન્સ હોય છે.

કંટોલા ખાવાના 5 મુખ્ય ફાયદા

કેન્સરમાં કારગર

કંટોલામાં લ્યુટીન જેવા ઘણા કેન્સર વિરોધી તત્વો હોય છે. તે કેન્સરને રોકવામાં કારગર સાબિત થાય છે. એટલું જ નહીં તે આંખ અને હૃદય સંબંધિત રોગોથી પણ બચાવે છે. તેથી કંટોલાનું શાક બનાવીને અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ સેવન કરવું જોઈએ.

વજન ઘટાડવામાં ઉપયોગી

કંટોલાના શાકમાં મોટા પ્રમાણમાં ફાયબર હોય છે. તે ખાવાથી પેટ ભર્યું લાગે છે. તેથી લંચ અને ડિનર વચ્ચે તમે અન્ય કોઈ વસ્તુઓ ખાવાથી બચી શકો છો. કંટોલામાં ખૂબ જ ઓછી કેલેરી હોય છે. જેથી તે વજન ઘટાડવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.

પાચનક્રિયા સારી થશે

તમે તેની કંટોલાનું શાક ખાતા નથી તો અથાણું બનાવીને પણ સેવન કરી શકો છો. કંટોલાના નિયમિત સેવનથી આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. કંટોલાનું સેવન કરવાથી કબજિયાત અને અપચો જેવી બીમારીઓ ઝડપથી મટે છે.

બ્લડ પ્રેશરને કાબૂમાં રાખશે

કંટોલામાં મોમોરડીસિન તત્વ અને ફાઇબરની વધુ માત્રા શરીર માટે રામબાણ છે. મોમોરેડીસિન તત્વ એંટીઓક્સિડેંટ, એંટીડાયબિટીઝ અને એંટીસ્ટેરસની માફક કામ કરે છે. તે હાઇ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે.

બ્લડ સુગર લેવલ ઘટાડે

કંટોલામાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. આ શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.