Kantola: કંટોલાના ફાયદા જાણીને થઈ જશો હેરાન, શરીરને મળે છે અનેક વિટામિન્સ અને પોષક તત્વો

સ્વસ્થ શરીરને જરૂરી પોષક તત્વો અને વિટામિન્સની જરૂર હોય છે. ત્યારે તમે કંટોલા (Kantola) ના સેવન કરીને તમામ વિટામિન અને પોષક તત્વો મેળવી શકો છો. જાણો કંટોલાના સેવનના ફાયદા.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 04 Nov 2024 02:36 PM (IST)Updated: Mon, 04 Nov 2024 02:36 PM (IST)
health-benefits-of-kantola-vegetable-aka-spiny-gourd

Kantola Vegetable Benefits: વ્યક્તિની લાઈફસ્ટાઈલ અને ખાનપાન તેના સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે. એમાં પણ લીલી શાકભાજી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લીલી શાકભાજીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી છે. એમાં પણ એક શાકભાજી છે, કંટોલા.

કંટોલાને આયુર્વેદિક દવા પણ કહેવામાં આવે છે. કંટોલાના અગણિત સ્વાસ્થ્ય લાભો છે. ઘણા લોકો તેને કંકોડા તરીકે પણ ઓળખે છે. ત્યારે જાણો કંટોલાના અન્ય સ્વાસ્થ્ય લાભ.

કંટોલા ખાવાના ફાયદા

  • બીપીના દર્દીઓ માટે કંટોલાનું શાક ખૂબ જ ફાયદાકારક છે. ડાયટમાં કંટોલાનો રસ સામેલ કરવા પર બીપીને કંટ્રોલમાં રહી શકે છે.
  • કંકોડાના શાકનું સેવન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં ફાઈબર વધારે અને કેલરી ખૂબ જ ઓછી હોય છે, જેના કારણે જલ્દી ભૂખ નથી લાગતી અને વજન કંટ્રોલમાં રહે છે.
  • કંટોલા પાચન માટે ફાયદાકારક છે, તેના સેવનથી કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓમાં રાહત મળે છે. આ શાકભાજીમાં સારા ફાઈબર હોય છે, તેથી તે ઝડપથી પચી જાય છે.
  • કંકોડા શરદી અને ઉધરસમાં રાહત આપે છે. આ શાકભાજીમાં એન્ટિ-એલર્જિક અને એનાલજેસિક ગુણો જોવા મળે છે, જે શરદી અને ઉધરસને રોકવામાં મદદરૂપ સાબિત થાય છે.

કંટોલામાં મળી આવતા પોષક તત્વો

  • કંકોડામાં પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન A, વિટામિન B1, B2, B3, B5, B6, B9, B12, વિટામિન C, વિટામિન D2 અને 3, વિટામિન H, વિટામિન K, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, કોપર અને વિટામિન્સ હોય છે.
  • કંટોલામાં ઝિંક પણ મળી આવે છે. શરીરને મજબૂત બનાવતા તમામ વિટામિન્સ આ શાકભાજીમાં હાજર છે. કંકોડાનો સ્વાદ મસાલેદાર હોય છે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને ખાવાથી જબરદસ્ત શક્તિ મળે છે.