Tulsi Kadha Benefits: ચોમાસાની સિઝનમાં નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે વાયરલ ચેપનું જોખમ સૌથી વધુ હોય છે, તેથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સલાહ આપવામાં આવે છે. તુલસીમાંથી તૈયાર કરેલા ઉકાળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીમાં વિટામીન અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ઘણી બીમારીઓને પણ મટાડે છે. તુલસીના પાનનું સેવન કરવાથી તાવ, હૃદય સંબંધિત બીમારીઓ, પેટનો દુખાવો, મેલેરિયા અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં રાહત મળે છે.
તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જે શરીરને તમામ પ્રકારના ઈન્ફેક્શનથી બચાવે છે. તુલસી નાક, શ્વાસ નળી અને ફેફસામાં જમા થયેલા કફને બહાર કાઢે છે. તેનાથી શરદી-ખાંસી દૂર રહે છે. તુલસી માથાનો દુખાવો અને શરદી અને ઉધરસમાં રાહત આપે છે. તુલસીના પાનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે.
તુલસીનો ઉકાળો બનાવવા માટેની સામગ્રી
- 8 થી 10 તુલસીના પાન
- અડધી ચમચી હળદર પાવડર
- 2 થી 3 ચમચી મધ
- 1 થી 2 તજ
- 3 થી 4 લવિંગ
તુલસીનો ઉકાળો બનાવવાની રીત
સૌ પ્રથમ કડાઈમાં તુલસીના પાન નાખો. હવે તેમાં હળદર પાવડર, તજ અને લવિંગ ઉમેરીને 30 મિનિટ સુધી ઉકાળો. હવે પાણીને ગાળીને પીવાનું શરૂ કરો. સ્વાદ માટે તેમાં મધ ઉમેરી શકાય છે. આ ઉકાળાનું દિવસમાં બે થી ત્રણ વખત સેવન કરો.
તુલસીનો ઉકાળો પીવાના ફાયદા
- તુલસીનો આ ઉકાળાના સેવનથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
- તુલસીનો આ ઉકાળો શરદી-ખાંસી અને ગળાની ખરાશને મટાડવામાં મદદરૂપ છે.
- આ ઉકાળાનું સેવન કરવાથી શરીરના ટોક્સિક તત્વો શરીરમાંથી બહાર નીકળી જાય છે.
- તુલસીનો ઉકાળો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
- આ ઉકાળાના નિયમિત સેવનથી પાચનક્રિયા બરાબર રહે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
