Bael Leaves Benefits: દરરોજ સવારે ખાલી પેટ માત્ર 2-3 બીલી પત્ર ચાવી જુઓ, સ્વાસ્થ્યને થશે ચમત્કારિક ફાયદા

ભગવાન ભોલેનાથને પ્રિય બીલી પત્ર ઔષધિય ગુણોનો ભંડાર પણ છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે બીલી પત્ર વરદાનથી કમ નથી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 06 Nov 2025 09:39 PM (IST)Updated: Thu 06 Nov 2025 09:39 PM (IST)
bael-leaves-benefits-in-gujarati-ayurvedic-remedies-for-digestion-natural-kidney-liver-detox-633616
HIGHLIGHTS
  • બીલી પત્ર અનેક બીમારીઓમાં દવાનું કામ કરે છે

Bael Leaves Benefits: આયુર્વેદમાં બીલીપત્રને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. તે માત્ર ધાર્મિક રીતે ભગવાન શિવને ચઢાવવામાં આવે છે એટલું જ નથી, પરંતુ તેના ઔષધીય ગુણોને શરીર માટે ચમત્કારિક પણ માનવામાં આવે છે. સવારે ખાલી પેટ બીલીપત્ર ચાવવા ખાસ કરીને ફાયદાકારક હોઈ શકે છે.

બીલીપત્રમાં અઢળક પોષકતત્વો હોય છે, જેમાં એન્ટી ઑકિસડન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ ગુણો ઉપરાંત વિટામિન A, C, રિબોફ્લેવિન, વિટામિન B6, B12 અને B1, કેલ્શિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો ભરપુર પ્રમાણમાં મળી આવે છે. જે એકંદર સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે, તો ચાલો તેના અદ્ભુત ફાયદાઓ વિશે જાણીએ.

ખાલી પેટે બીલીપત્ર ચાવવાના ફાયદા (Bael Leaves Benefits)

  • ડાયાબિટીસ કંટ્રોલ કરે: બીલીપત્રનું નિયમિત સેવન શરીરમાં બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા પોષક તત્વો સ્વાદુપિંડને સક્રિય કરે છે અને ઇન્સ્યુલિન સ્ત્રાવને પ્રોત્સાહન આપે છે. આથી સવારે ખાલી પેટે બિલી પત્ર ચાવવાથી ડાયાબિટીસના દર્દીઓને નોંધપાત્ર રાહત મળે છે.
  • પાચન સુધારે: બીલીપત્રના ફાઇબર અને એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણધર્મો પાચનમાં સુધારો કરે છે. તે ગેસ, કબજિયાત, અપચો અને પેટના દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. આ સાથે જ લીવરને પણ સક્રિય કરે છે, જે ખોરાકને વધુ સારી રીતે પચાવવામાં મદદ કરે છે .
  • કિડની અને લીવર સાફ રાખે: વહેલી સવારે ખાલી પેટે બીલીપત્ર ચાવવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે. જે કિડની અને લીવર સાફ રાખે છે અને ચેપનું જોખમ ઘટાડે છે.
  • રોગપ્રતિકારક શક્તિ વધારે: બીલીમાં રહેલા વિટામિન C અને એન્ટી ઑકિસડન્ટ તત્વો શરીરની રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. જેનાથી શરીર વાયરલ ચેપ, શરદી અને મોસમી રોગોથી સુરક્ષિત રહે છે.
  • મોંઢાની દુર્ગંધ દૂર કરે અને અલ્સર મટાડે: ખાલી પેટે બીલીપત્ર ચાવવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે. આમ તે મોઢાની દુર્ગંધ દૂર કરે છે. આ સાથે પેઢા, અલ્સર અને દાંતની સમસ્યાઓમાં પણ રાહત આપે છે.
  • બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે: બીલીપત્ર ચાવવાથી વેરિકોઝ નસો અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
  • તણાવ દૂર કરે: બીલી પત્રમાં રહેલા કુદરતી ઘટકો મનને શાંત કરે છે. આ સાથે જ ઊંઘની સમસ્યાઓથી પણ રાહત આપે છે.
  • સુંદર ત્વચા અને વાળ: બીલીપત્ર શરીરને અંદરથી ડિટોક્સિફાય કરે છે, ત્વચામાં ચમક લાવે છે અને વાળ ખરવાનું ઘટાડે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો (Bael Leaves Benefits)

  • બીલીપત્ર તાજું અને સ્વચ્છ હોવું જોઈએ અને સવારે ફક્ત 1-3 પાન ખાવા જોઈએ.
  • સગર્ભા સ્ત્રીઓ, થાઇરોઇડ કે અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડાતા લોકોએ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.