AI Alerts For Patients:AI આપશે સ્ટ્રોક કે હાર્ટ ફેલ્યોર પહેલાં જ એલર્ટ:મૈરિંગો સિમ્સના આધુનિક મોનિટરિંગથી 115થી વધારે દર્દીના જીવ બચાવ્યાં

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સે હાઈ-રિસ્ક દર્દીઓ માટે 24x7 AI સંચાલિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે. આ ટેક્નોલોજી મેડિકલ ઇમરજન્સીને સમયસર શોધી કાઢીને 6,551થી વધુ દર્દીઓનું નિરીક્ષણ કરી 115 કોડ બ્લૂ ઇમરજન્સી ટાળવામાં મદદ કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 07 Aug 2026 11:30 PM (IST)Updated: Fri, 07 Aug 2026 11:30 PM (IST)
ai-alerts-doctors-before-heart-attack-or-stroke-marengo-cims-advanced-monitoring-saves-more-then-115-highrisk-cardiac-patients

AI Alerts For Patients: મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સે હાઇ-રિસ્ક ધરાવતા દર્દીઓ માટે 24x7 AI સંચાલિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ ઇકોસિસ્ટમ શરૂ કરી છે. આ વ્યવસ્થા દ્વારા દર્દીઓનું સતત નિરીક્ષણ હોસ્પિટલમાં સારવાર ઉપરાંત ડિસ્ચાર્જ પછી ઘરે તેમજ મુસાફરી દરમિયાન પણ શક્ય બનશે. આ ટેક્નોલોજી મેડિકલ ઇમરજન્સીમાં દર્દીનો જીવ જોખમમાં મુકાય તે પહેલાં જ ટ્રેક કરી લે છે, જેના કારણે ડોકટરને આ ઈમરજન્સીની જાણ થઈ જાય છે અને દર્દીને યોગ્ય મેડિકલ ટ્રિટમેન્ટ મળી રહે છે.

મૈરિંગો સિમ્સ હોસ્પિટલના CVTS અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામનાં ડિરેક્ટર ડૉ. ધીરેન શાહે જણાવ્યું હતું કે મૈરિંગો CIMS હોસ્પિટલ્સ છેલ્લા અઢી વર્ષ કરતાં વધુ સમયથી હૃદય સંબંધિત તેમજ અન્ય જીવલેણ આરોગ્ય સ્થિતિઓના હાઈ-રિસ્ક ધરાવતા દર્દીઓ માટે આ AI એનેબલ્ડ બાયોસેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.

ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ સિસ્ટમ AI એનેબલ્ડ બાયોસેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ કરી હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, શ્વાસોચ્છ્વાસનો દર, લોહીમાં ઓક્સિજનનું સ્તર તેમજ દર્દીનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરે છે. જો સિસ્ટમમાં દર્દીનાં જીવને જોખમ હોય એવી સ્થિતિ અંગે જાણ થાય છે તો તે તરત જ દર્દીના સ્માર્ટફોન, સારવાર આપતા ડૉક્ટર તેમજ મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સના ડેડિકેટેડ 24x7 સેન્ટ્રલ મોનિટરિંગ કમાન્ડ સેન્ટરને એકસાથે એલર્ટ મોકલે છે, જેથી તાત્કાલિક તબીબી સહાય શક્ય બને છે.


AI પ્લેટફોર્મ દર્દીની સમગ્ર આરોગ્ય સંભાળની સફર દરમિયાન કનેક્ટેડ કેર ઇકોસિસ્ટમ ઊભું કરે છે, જે એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી કેરથી લઈને ICU, વોર્ડ અને ઘરે સાજા થવાના સમયગાળા સુધી દર્દી સાથે સતત જોડાયેલા રહે છે.

આ સમયગાળા દરમિયાન હોસ્પિટલે 6,551થી વધુ દર્દીઓનું સતત મોનિટરિંગ કર્યું છે, જેમાં દર્દીઓની ઈમરજન્સી કેરનાં 836 કેસોને સફળતાપૂર્વક ટ્રિટમેન્ટ આપીને તેમના જીવ બચાવ્યા છે, 115 કોડ બ્લૂ (Code Blue) ઇમરજન્સી ટાળી છે, 81 દર્દીઓને ICUમાં ખસેડવાની જરૂરિયાત અટકાવી છે તેમજ જીવન બચાવનારી CPRની ત્રણ સફળ સારવાર સુનિશ્ચિત કરી છે.