પ્રદૂષણ અને હવામાનમાં આવતા ફેરફારની અસરથી બચવા શું કરવું? ઉધરસ-ખાંસીથી બચવા આ દેશી ઉકાળાનું કરો સેવન

Kadha For Cough-Cold:હવામાનમાં પલટો આવતાની સાથે જ ખાસી-શરદી થવી તે સામાન્ય બાબત છે. વધતા પ્રદૂષણની સમસ્યા સતત વધી રહી છે. તમને પણ આ સંજોગોમાં ગળામાં ખારાશ, ખાંસી અને શરદીની સમસ્યા સર્જાઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 11 Nov 2026 10:13 AM (IST)Updated: Wed, 11 Nov 2026 10:13 AM (IST)
health-news-what-to-do-to-avoid-the-effects-of-pollution-and-climate-change-consume-this-native-ukala-to-avoid-whooping-cough

Kadha For Cough-Cold:હવામાનમાં પલટો આવતાની સાથે જ ખાસી-શરદી થવી તે સામાન્ય બાબત છે. વધતા પ્રદૂષણની સમસ્યા સતત વધી રહી છે. તમને પણ આ સંજોગોમાં ગળામાં ખારાશ, ખાંસી અને શરદીની સમસ્યા સર્જાઈ શકે છે. આ સંજોગોમાં કેટલાક ઘરગથ્થુ ઈલાજ તમારા માટે ખૂબ જ અસરકારક બની શકે છે.

તુલસીનો ઉકાળો

તુલસીનો ઉકાળો તૈયાર કરવા ઓછામાં ઓછા 8-10 પાંદડા, 1 સમારેલ આદુ, 5-6 કાલી મિર્ચ, 1 નાનો ટુકડો ગોળ અને અડધી ચમચી લીંબુ રસ જરૂરી છે. પહેલા પાણીને ઉકાળે અને તેમાં લીંબુ રસ સીવાય અન્ય તમામ સામગ્રીને નાંખી દો. ધીમે ધીમે તેને 5 મિનિટ સુધી ઉકાળો, ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાંખી દો.

આદુનો ઉકાળો

1 ઈંચ આદુ, 2-3 લવિંગ અને મધનું મિશ્રણ કરીને આદુ સાથે તૈયાર કરી શકાય ચે. આ માટે વાસણમાં ડોઢ કપ પાણીમાં આદુ અને લવિંગના ટુંકડા નાંખો. ત્યારબાદ તેને ઉકાળો અને 1 ચમચી મધ મિશ્રણ કરીને સેવન કરી શકાય છે.

લવિંગ અને તજનો ઉકાળો

તેને તૈયાર કરવા માટે 3-4 લવિંગ, 1 ઈલાયચી, અડધી ચમકી તજ, 1 કાલી મિર્ચ તથા 1 ચમચી મધનું સેવન કરવું જોઈએ. 1 કપ પાણીમાં તમામ સામગ્રી નાંખીને પાણીને ઉકાળો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે એક ચમચી મધ અથવા લીંબુ રસ નાંખો. અને ધીમે ધીમે સેવન કરો.