Bones Health:વર્તમાન સમયમાં સતત ભાગદોરભરી જીંદગીને લીધે હાંડકા સતત નબળા થતા જાય છે અને સતત પીડાનો અનુભવ થાય છે. આ સમસ્યા હવે સામાન્ય જીવનમાં રુટિનમાં આવી ગઈ છે. આ સંજોગોમાં હવે કુદરતી અને પૌષ્ટીક આહાર જ તમારા સ્વાસ્થને સુધારવામાં ખૂબ જ ઉપયોગી બની શકે છે.
આ સંજોગોમાં સુપરફુડ કે જે શરીરને એનર્જી આપે છે અને સમય સાથે કેલ્શિયમનું લેવલ ચોક્કસ સ્થિતિમાં રાખવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. અલબત રાગી એ તમારા સ્વાસ્થને સુધારવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચો
રાગ એ એક એવું મોટા પ્રકારનું અનાજ છે કે જે વિશેષ કરીને ભારત અને દક્ષિણ તથા પહાડી વિસ્તારોમાં સેવન કરવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, આયરન, ફાઈબર અને એમીનો એસિડ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેમાં અન્ય અનાજની તુલનામાં સૌથી વધારે કેલ્શિયમ જોવા મળે છે.
સામાન્ય રીતે કેલ્શિયમ લેવલ શરીરમાં જાળવી રાખવાનું કામ કરે છે. રાગી અનેક રીતે કેલ્શિયમ લેવલ સાથે સ્વાસ્થને મજબૂત કરે છે. રાગીમાં રહેલ એમીનો એસિડ અને વિટામીન્સ કેલ્શિયમના અવશોષણને વધારીને શરીરને પોષણ આપે છે. તેને લીધે લાંબા ગાળા સુધી હાંડકાને મજબૂતી મળે છે. આ ઉપરાંત રાગીમાં રહેલ કેલ્શિયમ અને ફોસ્ફરસ હાંડકાની ડેન્સિટીને જાળવી રાખે છે.
તે બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખૂબ જ લાભદાયક છે. કારણ કે તેમને કેલ્શિયમની જરૂર વિશેષ હોય છે. રાગી શરીરમાં હોર્મોનને જાળવી રાખે છે. એલ્કલાઈન પ્રકૃતિ હોય છે તેથી રાગી શરીરમાં એસિડિટીને ઓછું કરે છે. કેલ્શિયમના નુકસાનને અટકાવે છે.
આ રીતે જો તમે તમારા શરીરના બાંધ અને હાંડકાને મજબૂત કરવા માંગતા હોય તો રાગી જેવા મોટા ધાન કે અનાજ તમારા માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે અને તમારામાં પોષણ ક્ષમતાને વધારવામાં ઉપયોગી બની શકે છે.
