Health News: જો તમે અથવા તમારા સ્વજન કોઈ જૂની બીમારીનો સામનો કરી રહ્યા છે તો આ માહિતી તમારા માટે વિશેષ જરૂરી બની જાય છે. તાજેતરમાં જ ફિનલેન્ડમાં થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે જે લોકો અગાઉથી જ બીમારીનો સામનો કરી રહ્યા છે તેમના માટે તણાવભરી સ્થિતિ ભારે પડી શકે છે.તેનાથી જીંદગીની ક્વોલિટી વધારે ખરાબ થઈ શકે છે.
હેલ્થ પ્રમોશનલ ઈન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત આ અહેવાલ પ્રમાણે જે પુખ્તોને બે અથવા વધારે સ્વાસ્થ સમસ્યા છે તેમના પર તણાવની વિપરીત અસર થાય છે. રિસર્ચ દર્શાવે છે કે આ પ્રકારના દર્દીઓમાં તણાવની સ્થિતિનું સીધુ કનેક્શન તેમના ખરાબ થતી જીવન-ગુણવત્તા સાથે છે.
આ અભ્યાસમાં એક મોટી રાહત આપતી બાબત એ છે કે જે લોકો તેમની બિમારીને લગતી યોગ્ય માહિતી મેળવવી, તેને લગતી સમજ તથા તેને લગતા ઉપયોગ દર્દીઓને આપવમાં આવતી માહિતી જેટલી સરળ અને સ્પષ્ટ હશે તે સ્ટ્રેસ એટલો ઓછો રહેશે.
ઈસ્ટર્ન ફિનલેન્ડ યુનિવર્સિટીના પોસ્ટ-ડોક્ટરલ સંશોધનકર્તા જિંગ ઝોઉએ દર્દીઓના આ પડકારો અંગે વ્યાપક વાતચીત કરી છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ સંબંધિત સમસ્યા સાથે જીવવાનો અર્થ છે સતત ડોક્ટરોની અપોઇન્ટમેન્ટ સંભાળવી, દવાઓના કડક રુટીન જાળવી રાખવું અને વિવિધ સ્વાસ્થ સેવાઓથી મળતી માહિતીને સંચાલન કરવાનો છે.
આ મહત્વના તારણો વર્ષ 2024 માં હાથ ધરાયેલા એક મોટા ઓનલાઈન સર્વેક્ષણના ડેટા પર આધારિત છે. આ સર્વેક્ષણમાં 19 થી 79 વર્ષની વયના 4,003 ફિનિશ પુખ્ત વયના લોકોનો સમાવેશ થતો હતો. બધા સહભાગીઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને 21 લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી કોઈ છે. આ ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યા પછી સંશોધકો આ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા.
