Happy Republic Day 2026 Wishes: 77મા પ્રજાસત્તાક દિવસે દેશભક્તિભર્યા સંદેશાઓથી પ્રિયજનોને પાઠવો શુભેચ્છાઓ

આ 77મા પ્રજાસત્તાક દિવસના અવસર પર અમે તમારા માટે દેશપ્રેમથી ભરેલા ખાસ અને પ્રેરણાદાયી શુભેચ્છા સંદેશાઓ લાવ્યા છે, જે પ્રિયજનોને મોકલી તમે આ દિવસને વધુ યાદગાર બનાવી શકો છો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 26 Jan 2026 09:02 AM (IST)Updated: Mon, 26 Jan 2026 09:03 AM (IST)
happy-republic-day-2026-wishes-quotes-messages-shayari-status-in-gujarati-to-share-on-26-january-gantantra-diwas

Happy Republic Day 2026 Wishes, Quotes, Messages and Status in Gujarati: ભારતભરમાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભક્તિ અને ગૌરવભર્યા માહોલમાં કરવામાં આવી રહી છે. આ દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ ભારતીય લોકશાહીના ગૌરવ અને સંવિધાનિક મૂલ્યોનું પ્રતીક છે. સાત દાયકાથી વધુ સમયની આ સફર દેશ માટે ઐતિહાસિક રહી છે, જેમાં ભારતે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

દર વર્ષની જેમ, આજેય કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડ યોજાશે. ત્રિરંગો આકાશમાં લહેરાશે અને ‘જન ગણ મન’ની ગુંજ સાથે દેશભરમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળશે.

જોકે, બદલાતા સમય સાથે ઉજવણી કરવાની રીતોમાં પણ ફેરફાર આવ્યો છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં લોકો હવે પરિવારજનો, મિત્રો અને પ્રિયજનોને, જો તેઓ દૂર રહેતા હોય એક સરળ શુભેચ્છા સંદેશ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે.

આ 77મા પ્રજાસત્તાક દિવસના અવસર પર જો તમે પણ તમારા મિત્ર, પરિવાર કે સ્નેહીજનોને શું મોકલવું તે વિચારતા હો, તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે દેશપ્રેમથી ભરેલા ખાસ અને પ્રેરણાદાયી શુભેચ્છા સંદેશાઓ લાવ્યા છે, જે પ્રિયજનોને મોકલી તમે આ દિવસને વધુ યાદગાર બનાવી શકો છો.

પ્રજાસત્તાક દિવસ 2026 ની શુભેચ્છાઓ ગુજરાતીમાં । Happy Republic Day 2026 Wishes in Gujarati

આવો ઝુકીને સલામ કરીએ એમને, જેમના ભાગમાં આ મુકામ આવે છે, ખુશનસીબ છે એ લોહી, જે દેશના કામ આવે છે. ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના!

ના પૂછો જમાનાથી કે શું અમારી કહાણી છે, અમારી ઓળખ તો બસ એટલી જ છે કે, અમે બધા હિન્દુસ્તાની છીએ. પ્રજાસત્તાક દિવસ 2026 ની શુભેચ્છાઓ!

દેશ ભક્તોના બલિદાનથી આઝાદ થયા છીએ અમે, કોઈ પૂછે કોણ છો તમે, તો ગર્વથી કહીશું, ભારતીય છીએ અમે. હેપ્પી રિપબ્લિક ડે!

લહેરાય છે તિરંગો ગગનમાં, વધારે છે શાન આપણા વતનની, ચાલો આજે મળીને ગાઈએ ગુણગાન, આપણા પ્યારા ભારત દેશના. વંદે માતરમ!

ચાલો આજે ફરી એકવાર આપણે સૌ સાથે મળીને, આપણા ભારત દેશને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ, અને સુંદર દેશ બનાવવાનો સંકલ્પ લઈએ. ગણતંત્ર દિવસની શુભકામનાઓ!

યાદ કરીએ એ વીરોને જેમના બલિદાનથી, આપણને આ આઝાદી અને લોકશાહી મળી છે, આવો આજના દિવસે આપણે સૌ, એ મહાન આત્માઓને નમન કરીએ. જય હિન્દ, જય ભારત!

આન દેશની, શાન દેશની, દેશની અમે સંતાન છીએ, ત્રણ રંગોથી રંગાયેલો પ્યારો, મારો ભારત મહાન છે. 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામનાઓ!

હવામાં સુગંધ છે મારા દેશની માટીની, દિલમાં દેશભક્તિની મશાલ જલે છે, આવો ઉજવીએ લોકશાહીનો આ પર્વ, જ્યાં દરેક ભારતીયનું દિલ ગર્વથી ધડકે છે.

દરેક શ્વાસમાં ભારત વસે છે, દરેક રક્તના ટીપામાં ભારત વહે છે, જ્યાં સુધી છે જીવ શરીરમાં, ત્યાં સુધી 'ભારત માતાની જય' ગુંજશે.

લોકશાહીનો આ તહેવાર લાવે આપના જીવનમાં, નવી ઉમંગ અને દેશપ્રેમની ભાવના, આવો આપણે સૌ મળીને ભારતને પ્રગતિના પંથે લઈ જઈએ. હેપ્પી રિપબ્લિક ડે 2026!