Republic Day 2026 Wishes: પ્રજાસત્તાક દિવસની સવાર આ દેશભક્તિભર્યા સંદેશાઓથી કરો શરૂ, વાંચતાં જ ગર્વથી ભરાઈ જશે દિલ

જો તમે પણ પ્રજાસત્તાક દિવસ પર મિત્રો, પરિવાર અને પ્રિયજનોને મોકલવા માટે સંદેશા અથવા સોશિયલ મીડિયા સ્ટેટસ શોધી રહ્યા છો, તો આ સંદેશાઓ તમારા માટે મદદરૂપ થઈ શકે છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 23 Jan 2026 11:31 AM (IST)Updated: Fri, 23 Jan 2026 11:32 AM (IST)
happy-republic-day-2026-wishes-quotes-images-messages-whatsapp-status-in-gujarati-to-share-on-on-january-26-77th-gantantra-diwas

Happy Republic Day 2026 Wishes, Quotes, Messages in Gujarati: 26 જાન્યુઆરી ભારતના ઇતિહાસમાં એક ગૌરવભર્યો દિવસ છે. આ દિવસે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરે છે. આ એ દિવસ છે જ્યારે સ્વતંત્ર ભારતે પોતાનું બંધારણ અપનાવ્યું હતું અને દેશને એક મજબૂત લોકશાહી ઓળખ મળી હતી. તેથી જ 26 જાન્યુઆરીની તારીખ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત છે.

દર વર્ષે આ દિવસે પ્રજાસત્તાક દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને બંધારણના મહત્વ વિશે જાગૃત કરવો અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા વધુ મજબૂત બનાવવાનો છે. દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈને ભારતની એકતા, અખંડિતતા અને શક્તિનો સંદેશ આપવામાં આવે છે.

આ પ્રસંગે લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને દેશભક્તિથી ભરેલા સંદેશાઓ શેર કરે છે. જો તમે પણ પ્રજાસત્તાક દિવસ પર મિત્રો, પરિવાર અને પ્રિયજનોને મોકલવા માટે સંદેશા અથવા સોશિયલ મીડિયા સ્ટેટસ શોધી રહ્યા છો, તો આ અવસરે દેશનું ગૌરવ, શહીદોના બલિદાન અને ભારતીય હોવાના ગર્વને વ્યક્ત કરતા દેશભક્તિભર્યા સંદેશાઓ તમારા માટે મદદરૂપ થઈ શકે છે.

પ્રજાસત્તાક દિવસ 2026 ની શુભેચ્છાઓ ગુજરાતીમાં । Happy Republic Day 2026 Wishes in Gujarati

26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામનાઓ!
એક દો તીન ચાર, ભારતમાતા કી જય જય કાર!
દેશભક્તિનો જન્મોત્સવ મનાવીએ ઉત્સાહથી.
જય હિંદ!

દેશને આગળ વધારવો છે તો એક થવું પડશે, નાત-જાતના ભેદભાવ ભૂલીને ચાલવું પડશે, ત્યારે જ સાચા અર્થમાં ઉજવાશે ગણતંત્ર, વંદે માતરમ્!

પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ!
ભારતના બંધારણે આપણને સમાનતા અને સ્વતંત્રતા આપી.
આજે સંકલ્પ કરીએ કે આપણે દેશ માટે કંઈક કરીશું.
ભારત ઝિંદાબાદ! Happy Republic Day 2026

કેસરી, સફેદ અને લીલો રંગ છે જેની શાન, અશોક ચક્ર બતાવે છે પ્રગતિનું નિશાન, ચાલો સાથે મળીને દેશને વિશ્વગુરુ બનાવીએ, હેપ્પી રિપબ્લિક ડે 2026.

ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ!
ત્રિરંગાની લહેરાટમાં દેશભક્તિની લહેર ઊભરે.
આપણા યુવાનો દેશનું નામ રોશન કરે.
સૌને પ્રજાસત્તાકની હાર્દિક શુભેચ્છાઓ!

ભાઈચારાનો સંદેશો ફેલાવીએ, નફરત છોડીને પ્રેમની જ્યોત પ્રગટાવીએ, લોકશાહીના આ પર્વને દિલથી મનાવીએ, જય હિંદ! Happy Republic Day

26 જાન્યુઆરીની ખાસ શુભકામનાઓ!
આ દિવસ યાદ અપાવે આપણી એકતાનું મહત્વ.
જાતિ-ધર્મથી ઉપર ઉઠીને ભારતીય બનીએ.
જય ભારત! Happy Republic Day 2026

આન દેશની, શાન દેશની, દેશની અમે સંતાન છીએ, ત્રણ રંગોથી રંગાયેલો તિરંગો, એ જ તો અમારી પહેચાન છે. Happy Republic Day 2026

પ્રજાસત્તાક દિવસના હાર્દિક અભિનંદન!
ભારતના બંધારણના સ્થાપકોને વંદન.
આપણે સૌ મળીને દેશને મજબૂત બનાવીએ.
વંદે માતરમ્! Happy Republic Day

મારા દેશના કણ-કણમાં વસે છે ખુશ્બુ, મારા દેશની માટી છે ચંદન સમાન, આ ગણતંત્ર દિવસે કરીએ દેશને નમન, ભારત માતા કી જય! Happy Republic Day 2026