Happy Karwa Chauth 2025 Shayari in Gujarati: ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર કરવા ચોથ (Karwa Chauth 2025) આ વર્ષે 10 ઓક્ટોબર 2025, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ આવતો આ દિવસ પરિણીત સ્ત્રીઓ માટે અત્યંત ખાસ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે, પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે નિર્જળા વ્રત રાખે છે. આ તહેવાર પતિ-પત્નીના અતૂટ પ્રેમ અને સમર્પણની ભાવનાને દર્શાવે છે.
કરવા ચોથના શુભ અવસરે, લોકો પોતાના જીવનસાથી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે શુભેચ્છા સંદેશાઓનું આદાનપ્રદાન કરે છે. આ પ્રેમાળ સંદેશાઓ સંબંધોમાં વધુ મીઠાશ અને નિકટતા ઉમેરવાનું કામ કરે છે. જો તમે પણ તમારા જીવનસાથીને હૃદયસ્પર્શી રીતે શુભેચ્છા પાઠવવા માંગતા હો, તો આ ખાસ સંદેશાઓ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ સંદેશાઓ દ્વારા તમે તમારા વ્રતધારી જીવનસાથીના ત્યાગ અને પ્રેમને સન્માન આપી શકો છો.
આ પણ વાંચો
કરવા ચોથ 2025 શાયરી | Happy Karwa Chauth 2025 Shayari in Gujarati
ચંદ્રની ચાંદની તમારા જીવનમાં રોશની લાવે,
તમારું પ્રેમભર્યું બંધન સદા ખીલે,
આ તહેવાર તમને અનેરી ખુશીઓ આપે!
હેપ્પી કરવા ચોથ!
તમારો પ્રેમ ચંદ્રની જેમ અમર રહે,
આ વ્રત તમારા સંબંધને વધુ ગાઢ બનાવે,
અને તમારું જીવન સુખ-શાંતિથી ભરે!
કરવા ચોથની શુભકામનાઓ!
તમારા જીવનસાથીની લાંબી ઉંમરની પ્રાર્થના,
પ્રેમ અને સમર્પણનું આ વ્રત સફળ થાય,
તમારું ઘર હંમેશાં ખુશીઓથી ઝળહળે!
હેપ્પી કરવા ચોથ 2025!
પતિની લાંબી ઉમર માટે today’s fast,
પત્નીનો પ્રેમ રહે સદા ever last.
Happy Karwa Chauth 2025
ચાંદનીની રોશનીમાં દેખાય પ્રેમનો પ્રકાશ,
જીવનમાં રહે હંમેશા સુખનો વસવાટ.
હેપ્પી કરવા ચોથ!
આજનો દિવસ પ્રેમનો ઉત્સવ છે,
પત્નીનું સમર્પણ એ આશીર્વાદ છે.
કરવા ચોથની હાર્દિક શુભેચ્છાઓ!
પતિ માટે ઉપવાસ રાખે જે સ્ત્રી,
તેની દૃઢતા સામે નમન છે ભરી.
Happy Karwa Chauth
ચંદ્ર અને ચાંદનીની જેમ, તમે અને તમારા પતિ હંમેશાં
એકબીજાના પૂરક બની રહો.
આજના વ્રતની પવિત્રતા તમારા જીવનમાં ઉતરે.
કરવા ચોથની મંગલકામનાઓ!
કરવા ચોથનું આ વ્રત તમારા સંબંધોમાં નવી ઊર્જા ભરી દે,
અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય.
તમે હસી-ખુશીથી જીવન પસાર કરો.
કરવા ચોથની હાર્દિક શુભેચ્છાઓ!
હે કરવા માતા! મારા પરમ પ્રિયજનના વૈવાહિક જીવનમાં
સદા ખુશીઓનો વાસ રહે.
તેમનો પ્રેમ સદા વધતો રહે.
તમને કરવા ચોથની શુભકામનાઓ!
