Kali Chaudas Rangoli Designs: દિવાળી ફક્ત રોશની અને મીઠાઈઓનો તહેવાર નથી, પરંતુ તે રંગોનો પણ ઉત્સવ છે. કાળી ચૌદસના દિવસે રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે, કારણ કે તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. જો તમે પણ કાળી ચૌદસના દિવસે તમારા ઘરના સજાવવા માંગો છો, તો અહીં આપેલી રંગોળી ડિઝાઇન ફોલો કરી શકો છે.
કાળી ચૌદસના દિવસે તમે ખાસ માતા કાલીને સમર્પિત રંગોળી બનાવી શકો છો. તમે પાંદડાની વચ્ચે માતા કાલીની આ પ્રકારે આકૃતિ બનાવીને સરળ ડિઝાઈન દ્વારા ઘરને સજાવી શકો છો.
જો તમે કાળી ચૌદસ માટે ખાસ હેવી રંગોળી બનાવવા માંગો છો તો આ પ્રકારે મીંડાવાળી રંગોળી ટ્રાય કરી શકો છો. આ દેખાવમાં તો સુંદર લાગે જ છે સાથે જ ઘરની સુંદરતા પણ વધારી દે છે.
અહીં કેટલીક કાળી ચૌદસ માટે સ્પેશિયલ રંગોળીની ડિઝાઈન આપી છે. જેમાં માતા કાલીના ચહેરાના એક ભાગને દોરીને પણ સરસ રંગોળી બનાવી શકાય છે. તમે નીચે આપેલી રંગોળીની ડિઝાઈન પરથી ટીપ્સ લઈ શકો છો.
અહીં કેટલીક યુટ્યુબની લિંક શેર કરી છે, જેના પરથી તમે રંગોળી બનાવવાની ટીપ્સ લઈ શકો છો.
