Happy Dussehra Wishes in Gujarati 2025: દશેરા પર્વ પર આ ખાસ શુભેચ્છાઓ મોકલીને પ્રિયજનોના દિલ જીતી લો

જો તમે દશેરા (Dussehra 2025) ના શુભ અવસરે તમારા પ્રિયજનો, મિત્રો અને સંબંધીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવવા માગતા હો, તો અહીં આપેલા સંદેશાઓ અને અવતરણો તેમને મોકલી શકો છો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 01 Oct 2025 11:53 AM (IST)Updated: Wed, 01 Oct 2025 11:53 AM (IST)
happy-dussehra-2025-wishes-quotes-messages-greetings-shayari-images-and-status-to-share

Happy Dussehra 2025 Wishes, Quotes, Messages, Shayari, Images and Status in Gujarati: દશેરા (Dussehra 2025) નો પવિત્ર તહેવાર દેશભરમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાય છે. આ પર્વ એ વાતનું પ્રતીક છે કે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને લંકા પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ તહેવાર પર અસત્ય પર સત્ય અને અનિષ્ટ પર સારાનો વિજય થાય છે. જો તમે પણ આ શુભ અવસરે તમારા પ્રિયજનો, મિત્રો અને સંબંધીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવવા માગતા હો, તો અહીં આપેલા સંદેશાઓ અને અવતરણો તેમને મોકલી શકો છો.

દશેરાની શુભેચ્છાઓ 2025 - Happy Dussehra Wishes in Gujarati 2025

સત્યની જીત અને અસત્યનો પરાજય,
અહંકારને હરાવી ધર્મનો વિજય.
તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ વરસે,
દશેરાની હાર્દિક શુભકામનાઓ!

ખરાબ પર સારાનો વિજયનો તહેવાર આવ્યો
મીઠાઈઓ વહેંચો, દશેરાનો તહેવાર આવ્યો
રાવણની જેમ આપણા દુ:ખોનો અંત થાય
આપણા બધાના મનમાં શ્રી રામ જેવા સંત હોય
દશેરાની શુભકામનાઓ!!

રાવણ દહનની જેમ આપના જીવનમાંથી
દુઃખ અને ચિંતાનો નાશ થાય.
સુખ-સમૃદ્ધિ, આનંદ અને સફળતા મળે,
હેપ્પી દશેરા!

ક્રોધ પર દયા અને ક્ષમાનો વિજય થાય
અજ્ઞાન પર જ્ઞાનનો વિજય થાય
રાવણ પર શ્રી રામ વિજય થાય
દશેરાના તહેવાર પર ખુશીનો વરસાદ થાય
દશેરાની શુભેચ્છાઓ!!

શાંતિ અને સુમેળ રહે દેશમાં
દુષ્ટતાનો નાશ થાય
વિજયાદશમી પર, ચાલો આપણે બધા લઈએ પ્રતિજ્ઞા
મનમાં રહેલા રાવણનો સારા કાર્યોના તીરથી કરીશું નાશ
આજે, ફરી શ્રી રામને પાછા આવવું પડશે
Happy Dussehra 2025

અસત્ય, અહંકાર અને અંધકાર પર
સત્ય, શાંતિ અને પ્રકાશનો વિજય થાય.
તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ છવાય,
દશેરાની શુભેચ્છાઓ!

અધર્મ પર ધર્મનો વિજય
અન્યાય પર ન્યાયનો વિજય
દુષ્ટતા પર સારાનો વિજય
આ છે દશેરાનો તહેવાર
દશેરા 2025ની શુભકામનાઓ!!

દશેરાનો આ પવિત્ર તહેવાર,
ઘરમાં લાવે તમારા ખુશીઓ અપાર
ભગવાન શ્રી રામ કરે તમારા પર ખુશીઓનો વરસાદ,
આવી શુભકામનાઓ અમારી કરો સ્વીકાર.
દશેરા 2025ની શુભેચ્છાઓ!!

આજના પવિત્ર દિવસે તમારા જીવનમાંથી
દુઃખ, દર્દ અને ખરાબ વિચારોનો નાશ થાય,
અને સત્ય તથા પ્રકાશનો વિજય થાય.
દશેરાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

રાવણ દહન સાથે તમારા તમામ અવગુણોનો નાશ થાય,
જીવનમાં નવી ઊર્જા, ઉત્સાહ અને પ્રગતિ આવે,
અને દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરો.
આપને અને આપના પરિવારને દશેરાની શુભેચ્છાઓ.