Good Night Wishes: મિત્રો-પ્રિયજનોને આ ખાસ મેસેજ મોકલીને કહો ગુડ નાઈટ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 10 Jun 2024 03:20 PM (IST)Updated: Mon, 10 Jun 2024 03:21 PM (IST)
good-night-wishes-quotes-messages-shayari-texts-images-in-gujarati

Good Night Wishes, Quotes, Messages, Shayari in Gujarati: આજકાલના ડિજીટલ યુગમાં લોકો એકબીજાને મેસેજ કરીને શુભેચ્છા પાઠવતા હોય છે. રાત્રે ઉંઘતા પહેલા તમારાથી દૂર રહેતા તમારા પ્રિય વ્યક્તિ પાસેથી જો એક શાનદાર મેસેજ મળી જાય તો બીજા દિવસની સવાર તમે એક ખૂબસૂરત સ્માઈલ સાથે કરી શકો છો. તમે પણ તમારા મિત્રો-પ્રિયજનોને ખાસ મેસેજ મોકલીને ગુડ નાઈટ કહી શકો છો. ત્યારે જાણો કેટલાક શાનદાર મેસેજ.

Good Night Wishes in Gujarati

પેપરમાં આવતો નિબંધ અને જીવનમાં બંધાતો સંબંધ;
જો મનગમતો હોય ને સાહેબ…
તો નિબંધ માટે શબ્દો અને સંબંધ માટે લાગણીઓ;
કોઈ દિવસ ખૂટતી નથી.
શુભ રાત્રી

કોઈને 'સાબિત' કરવા માટે નહીં પણ,
પોતાને 'improve' કરવા માટે મહેનત કરો.
કેમકે તમારી મહેનત જ તમારી ઓળખ છે,
નહીંતર એક નામ નાતો લાખો લોકો છે.
શુભ રાત્રી

ઓળખાણથી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે,
પણ કામથી મળેલી ઓળખ જિંદગીભર ટકે છે.
શુભ રાત્રી

તારી યાદોમાં ઊંઘ નું આવવું પણ મુશ્કેલ થઈ ગયું છે,
અને ઊંઘ આવી પણ જાય તો તે ઊંઘ પર તારો જ પહેરો હોય છે.
શુભ રાત્રી

જ્યારે તમે સૂતા હો ત્યારે દરેક રાત એ નિશાની છે કે,
નવી શરૂઆત તમારી રાહ જુએ છે.
શુભ રાત્રી

એવું તો હૈયું સાલું કેવું ટેવાઈ ગયું છે,
છે મારું પણ તમારું કહેવાઈ ગયું છે.
શુભ રાત્રી

એકતા અને સંપ તો….
લોહીમાં હોય છે સાહેબ ,
બાકી કીડીઓ ક્યાં કોઈ….
યુનિવર્સિટીમાં ભણવા જાય છે..
શુભ રાત્રી

અઘરી રચના પ્રેમની
ક્યાં કોઈને સમજાણી છે?
ઝેર મીરા પીએ તોયે
રાધા દિલની રાણી છે…
શુભ રાત્રી

હું ભલે વીતી ગયેલી કાલ છું…
જિંદગી તું જો,
હજી ખુશ ખુશાલ છું.
ગુડ નાઈટ.

તારાઓ અંધકાર વિના ક્યારેય ચમકતા નથી. ગુડ નાઈટ.

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને,
ત્યારે… ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..!
શુભ રાત્રી

જીંદગી એક એવી કવિતા છે, જેને લખ્યા પછી ભુંસવા માટે રબ્બરના બદલે પોતાની જાત ને ઘસવી પડે છે સાહેબ… શુભ રાત્રી.