Good Morning Wishes, Quotes, Messages, Shayari in Gujarati: કોઈપણ દિવસની શરૂઆત ખાસ મેસેજથી થાય તો સમગ્ર દિવસ બની જતો હોય છે. તમને પણ કેટલાક એવા મેસેજ મળતા હશે. જો તમે પણ તમારા મિત્રો-પરિવારજનોનો દિવસ બનાવવા માંગો છો તો, આજે અમે તમને કેટલાક શાનદાર ગુડ મોર્નિંગ મેસેજ જણાવવા જઈ રહ્યા છે. જેને તમે સેન્ડ કરી શકો છો.
Good Morning Message in Gujarati
આ પણ વાંચો
સાગરના મોતી શોધવા સહેલાં છે પણ,
માનવીના મન સમજવા અઘરાં છે…
જિંદગી તો સસ્તી જ છે દોસ્તો,
મોંઘી તો જીવવાની રીત છે !!
સુપ્રભાત.
જાણવા કરતા સમજવું એ ઘણું મહત્વનું છે,
તમને જાણતા તો અનેક લોકો હશે.
પણ જે ખરેખર તમને સમજતા હશે,
એ જ તમારા પોતાના હશે.
Good Morning
દુનિયાનો સૌથી સુંદર સબંધ એ જ છે,
જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફીથી,
જિંદગી પહેલા જેવી થઈ જાય છે.
ગુડ મોર્નિંગ.
મનના માલિક બનો,
કોઈના ગુલામ નહીં!
સુપ્રભાત.
અગર તુમ સુરજ કી તરહ ચમકના ચાહતે હો તો,
સુરજ કી તરહ જલના શીખો.
Good Morning
પહેલા કરતાં લોકોની નજરમાં,
એક ફરક જોવા મળે છે,
પહેલા ફરીને જોતા હતા,
હવે જોઈને ફરી જાય છે.
સંસારમાં બે જ સત્ય બોલે છે,
અરીસો અને આત્મા.
ગુડ મોર્નિંગ.
દુઃખ આપવાની ભલેને હોય બધામાં હોશિયારી…
પણ ખુશ રહેવાની ખુદમાં હોવી જોઈએ તૈયારી…
શુભ સવાર.
સુખનું કોઈ શેડ્યૂલ ના હોય,
આનંદની એપોઇન્ટમેન્ટ ના હોય,
અને પ્રેમનું પ્લાનિંગ ના હોય,
જીવનને મોજથી જીવો એમાં
વિચારવાનું ના હોય.!
ગુડ મોર્નિંગ.
એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે, કે આપણી પાસે જે છે એ જ સર્વશ્રેષ્ઠ છે. Good Morning.
તમારી હરીફાઈ કરનારા, તમારા કામની કોપી કરી શકે.. પરંતુ, તમારી નિષ્ઠા, પ્રામાણિકતા, ક્ષમતા અને સંસ્કારોની કોપી તો નહીં જ કરી શકે……!!!! શુભ સવાર.
કપડાં અને ચહેરાઓ તો ઘણી વાર ખોટું બોલે છે, પણ સમય માનવીની સાચી વાસ્તવિકતા કહે છે. સુપ્રભાત.
એક નવા દિવસની સાથે નવી શક્તિઓ અને નવા વિચારો આવે છે. Good Morning.
