Methi Pak Recipe: આ રીતે બનાવો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક મેથીપાક, જાણી લો સરળ રેસિપી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 30 Jan 2024 02:44 PM (IST)Updated: Tue, 30 Jan 2024 02:44 PM (IST)
winter-special-recipe-how-to-make-healthy-methi-pak-at-home

Gujarati Methi Pak Recipe: પરંપરાગત મીઠાઈ મેથીપાક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. મેથીનો ઔષધીય રીતે ઉપયોગ કરવામાં આવે છે. મેથીપાકને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માટે પર્યાપ્ત માત્રામાં ખાંડ અને અન્ય ઘટકો ઉમેરવામાં આવે છે. મેથીપાક બનાવવું ખૂબ જ સરળ છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

તૈયારીનો સમય: 15 મિનિટ
રસોઈનો સમય: 30 મિનિટ

મેથીપાક બનાવવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ મેથી પાવડર
  • 250 ગ્રામ ઘઉંનો લોટ
  • 250 ગ્રામ બરછટ ચણાનો લોટ
  • 100 ગ્રામ શિંગોડાનો લોટ
  • 100 ગ્રામ બરછટ અડદની દાળનો લોટ
  • 500 ગ્રામ ઘી
  • 50 ગ્રામ ગુંદર
  • 50 ગ્રામ બત્રીસુ (કાટલું પાવડર)
  • 50 ગ્રામ કમળ કાકડી પાવડર
  • 50 ગ્રામ મગજ (તરબૂચના દાણા)
  • 500 ગ્રામ ખાંડ પાઉડર
  • 5 ગ્રામ એલચી પાવડર
  • 5 ગ્રામ જાયફળ પાવડર
  • 50 ગ્રામ કાજુના ટુકડા
  • 50 ગ્રામ બદામ

મેથીપાક બનાવવાની રીત

  • એક પેનમાં 4 મોટી ચમચી ઘી મધ્યમ આંચ પર ગરમ કરીને તેમાં ગુંદર ઉમેરીને તળી લો.
  • ગુંદર શેકાઈ જવા પર ફૂલી જાય ત્યારે તેને ડીશમાં કાઢી લો.
  • ગુંદર ઠંડુ થઈ જાય ત્યારે રોલિંગ પિનની મદદથી દબાવીને બારીક ક્રશ કરી લો.
  • હવે પેનમાં બાકી રહેલા ઘીમાં કાજુ અને બદામના ટુકડાને શેકીને ડીશમાં કાઢી લો.
  • હવે પેનમાં વધુ 4 ચમચી ઘી ઉમેરીને ઘઉંનો લોટ, બરછટ ચણાનો લોટ અને અડદના લોટને ધીમી આંચ પર સોનેરી થાય ત્યાં સુધી શેકીને ડીશમાં કાઢી લો.
  • હવે પેનમાં 3 ચમચી ઘી ઉમેરીને મેથીના પાવડરને હળવા હાથે શેકી લો.
  • હવે પેનમાં 2 ચમચી ઘી નાખીને તેમાં શિંગોડાનો લોટ, મગજ, કમળ કાકડી પાવડર અને બત્રીસુ (કાટલું પાવડર) ઉમેરીને 2 મિનિટ માટે શેકીને ડીશમાં કાઢી લો.
  • શેકેલી બધી વસ્તુઓને એક વાસણમાં મિક્સ કરી લો.
  • હવે તેમાં ખાંડ પાવડર, એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
  • મિક્સ કરેલ સામગ્રીમાં બાકી રહેલું અને ઓગળેલું ઘી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
  • ડીશને ઘીથી ચીકણું કરીને તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાખીને 2 થી 3 કલાક માટે સેટ થવા માટે રાખો.
  • 2 થી 3 કલાક પછી મેથી પાક સેટ થઈ જવા પર તેને મનપસંદ આકારમાં કાપી લો.
  • ટેસ્ટી અને હેલ્ધી મેથીપાક તૈયાર છે.

સૂચન:

  • આ રેસિપીમાં મેથી પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તમે મેથીને 4 થી 5 કલાક દૂધમાં પલાળી રાખી તેને પીસી અને ઘીમાં તળીને પણ મેથીનો પાક બનાવી શકો છો.
  • સ્વાદ પ્રમાણે મેથીના પાવડરની માત્રા વધારી કે ઘટાડી શકાય છે.
  • ખાંડના પાવડરને બદલે ગોળનો ઉપયોગ કરી શકાય છે.
  • પસંદગી મુજબ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકાય છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.