Bajra ni Raab Recipe: શિયાળાની વાનગી એટલે બાજરાના લોટની રાબ. આજે બાજરાના લોટની રાબ કેવી રીતે બનાવવી તેની વાનગી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. શિયાળામાં થયેલી શરદીમાં ઘણા લોકો બાજરાના લોટની રાબ પીવાનું પસંદ કરે છે.
બાજરાના લોટની રાબ બનાવવાની સામગ્રી
- બાજરાનો લોટ બે ચમચી
- બેચમચી ગોળ
- પાણી બે કપ
- અજમો અડધી ચમચી
- સૂંઠ પાવડર
- તજ પાવડર
- લવિંગ પાવડર
- તેલ
બાજરાના લોટની રાબ બનાવવાની
- એક તપેલીમાં પાણી ગરમ કરો. પછી તેમા ગોળ ઉમેરી દો.
- એક કઢાઈમાં તેલ ઉમેરો. પછી તેમા બાજરાનો લોટ શેકી લો.
- પછી તેમા તજ, લવિંગ અને સુંઠનો પાવડર ઉમેરી મિક્સ કરી દો.
- પછી તેમા અજમો વાટીને ઉમેરો. પછી તેમા ઉકળતું પાણી ઉમેરી મિક્સ કરો. પછી તેને થોડીવાર ઉકળવા દો. તૈયાર છે તમારી બાજરાની રાબ.
