Khichdi Bhajiya Recipe: ભજીયા ઘણી પ્રકારના બનાવવામાં આવે છે, તમે વિવિધ ભજીયાની રેસીપી ટ્રાય કરી હશે. પરંતું શું તમે ક્યારેય ખીચડીના ભજીયા ટ્રાય કર્યા છે. ખીચડીના ભજીયા કેવી રીતે બનાવવા તે રેસિપી આજે ગુજરાતી જાગરણ તમને આજે જણાવશે.
ખીચડીના ભજીયા બનાવવાની સામગ્રી
- બચેલી ખીચડી,
- ચણાનો લોટ,
- રવો,
- લીલા મરચા,
- કેપ્સીકમ,
- કોથમરી,
- હિંગ,
- હળદર પાવડર,
- મીઠું,
- આદુ મરચાની પેસ્ટ,
- બેકિંગ સોડા,
- લીંબુનો રસ,
- તેલ.
સ્ટેપ- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં રાંધેલી ખીચડી, લોટ, બધા મસાલા ઉમેરો.
સ્ટેપ- 2
હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ દહીં અને જરૂર મુજબ પાણી નાખી ભજીયાનું બેટર તૈયાર કરો.
સ્ટેપ- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી બેટરમાં ખીચડીને ડિપ કરીને ગરમ તેલમાં તળવા મૂકો.
સ્ટેપ- 4
બને બાજુ ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી ભજીયાને તળી લો. તૈયાર છે આપણા ગરમા-ગરમ ખીચડીના ભજીયા, તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.
