Methi Thepla Recipe: મેથીમાંથી બનેલા થેપલાંનો સ્વાદ ખૂબ જ અલગ હોય છે. એક્ઝિક્યુટિવ શેફ ગોપાલ પાંડેએ તેની ખાસ રેસિપી જણાવી છે. મેથીના થેપલાંનો સ્વાદ ખૂબ જ અલગ હોય છે, તેને એકવાર ખાધા પછી દર વખતે આ રેસિપીમાંથી બનાવેલા થેપલા ખાવાનું ગમશે. ત્યારે મેથીના થેપલાં બનાવતા શીખો.
મેથીના થેપલા બનાવવા માટેની સામગ્રી
આ પણ વાંચો
- 2 વાટકી લોટ
- 2 ચમચી તેલ
- 1 ચમચી સુકી મેથી
- સ્વાદ મુજબ મીઠું
- 1/2 ચમચી આદુ પેસ્ટ
- લીલા મરચા 2 બારીક સમારેલા અથવા છીણ
- 1/2 ચમચી લસણ પેસ્ટ
- 2 ચમચી ધાણા પાવડર
- સ્વાદ મુજબ ખાંડ
- લોટ બાંધવા માટે દહીં
- 1 ડુંગળી ઇચ્છો તો બારીક સમારેલી
મેથીના થેપલા બનાવવાની રીત
- સૌથી પહેલા થેપલાના લોટને બાંધીને એક બાઉલમાં નાખો.
- પછી તેમાં થોડું તેલ, સૂકી મેથી, ધાણા પાવડર, આદુ, લસણ અને મરચાંનો પેસ્ટ, મીઠું, ખાંડ નાખીને બધું મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણમાં દહીં ઉમેરીને તેને ભેળવી દો.
- જેવી રીતે રોટલીનો લોટ બાંધવામાં આવે છે તેવી જ રીતે થેપલાના લોટને બાંધી લો.
- જો તેમાં ડુંગળી ઉમેરવા માગો છો તો દહીં નાખતા પહેલા તેને લોટમાં મિક્સ કરો.
- આ લોટને 5-10 મિનિટ ઢાંકીને રાખો.
- હવે આ થેપલાના લોટમાંથી ગોળ આકારની રોટલી બનાવી લો.
- તેને તવા પર પરાઠાની જેમ તેલ લગાવીને શેકો.
- થેપલાં તૈયાર છે, તેને લીલી ચટણી, અથાણું અને દહીં સાથે ખાઈ શકાય છે.
- મુસાફરી દરમિયાન થેપલાં ખાવાની મજા આવે છે. તેનો ખાટો-મીઠો સ્વાદ પ્રવાસનો થાક દૂર કરવામાં ઉપયોગી છે.
મેથીના થેપલા ખાવાના ફાયદા
- ઘઉંના લોટમાંથી બનેલા મેથીના થેપલા પચવામાં સરળ હોય છે. મેથીમાં ફાઈટોન્યુટ્રિઅન્ટ્સની સાથે-સાથે ફોસ્ફરસ, મેંગેનીઝ, કોપર, આયર્ન, અને મેગ્નેશિયમ જેવા ઘણા મિનરલ્સ હોય છે, જેને શિયાળામાં ખાવાથી ઘણી બીમારીઓથી રાહત મેળવી શકા છે. મેથીમાં એન્ટી વાયરલ ગુણ પણ મળી આવે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
