Sweet Potato Halwa Recipe: ઉપવાસ દરમિયાન મોટાભાગના લોકો ફળો ખાતા હોય છે. પરંતુ, જો તમે કઈંક અલગ ટ્રાય કરવા માંગો છો તો શક્કરિયાનો હલવોનો ટ્રાય કરી શકો છો. ઉપવાસ દરમિયાન શક્કરિયાનો હલવો એક બેસ્ટ ઓપ્શન છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે એનર્જીથી ભરપૂર હોય છે. શક્કરિયાનો હલવો બનાવવામાં સરળ છે. જાણો તેની સરળ રેસિપી.
- તૈયારીનો સમય: 10 મિનિટ
- રસોઈનો સમય: 25 મિનિટ
- કેટલા લોકો માટે: 3
- કેલરી: 170
શક્કરિયાનો હલવો બનાવવા માટેની સામગ્રી
- 250 ગ્રામ શક્કરીયા
- 100 ગ્રામ દેશી ઘી
- 100 ગ્રામ ખાંડ
- 10 પિસ્તા
- 10 કાજુ
- 10 બદામ
શક્કરિયાનો હલવો બનાવવાની રીત
- સૌપ્રથમ શક્કરિયાને બાફી લો.
- શક્કરિયા ઉકળીને નરમ થયા બાદ તેને છોલીને એક વાસણમાં રાખી દો.
- હવે તેને સારી રીતે મેશ કરી લો.
- એક પેનમાં ઘી નાખીને મધ્યમ આંચ પર ગરમ કરો.
- પેનમાં ઘી સંપૂર્ણપણે ઓગળી જવા પર મેશ કરેલા શક્કરિયા નાખીને સારી રીતે ફ્રાય કરી લો.
- હવે પિસ્તા, કાજુ અને બદામના નાના-નાના ટુકડા કરી એક બાઉલમાં રાખી દો.
- શક્કરિયામાંથી સુગંધ આવવા પર તેમાં સ્વાદ મુજબ ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- હલવાને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તેમાં ખાંડ સંપૂર્ણપણે ઓગળી ન જાય.
- હવે હલવામાં ડ્રાય ફ્રૂટ્સ નાખીને બરાબર મિક્સ કરી લો.
- હવે હલવામાં એલચી પાવડર નાખીને મિક્સ કરી લો.
- થોડીવાર ફ્રાય કર્યા બાદ ગેસ બંધ કરી દો.
- તૈયાર છે સ્વાદિષ્ટ શક્કરીયાની હલવો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
