Veg Momos Recipe: મોમોઝ એક તિબેટીયન ડિશ છે. જે ભારતમાં ઘણી ફેમસ છે. સામાન્ય રીતે મોમોઝ મેંદામાંથી બનાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેંદા વિના પણ મોમોઝ કેવી રીતે બનાવી શકાય છે. આજે અમે તમને મેંદા વિના મોમોઝ બનાવવાની સરળ રેસિપી લઈને આવ્યા છીએ. જે સ્વાદમાં ટેસ્ટી અને હેલ્થી છે.
વેજ મોમોઝ સામગ્રી
- ઘઉં - 1 કપ
- કોબીજ - 1 કપ સમારેલી
- ડુંગળી - સમારેલી
- ગાજર - ક્રશ કરેલ
- લસણ
- આદુ
- કાલી મિર્ચ
- લાલ મરચું
- સોયા સોસ
- તેલ
વેજ મોમોઝ બનાવવાની રીત
- સૌથી પહેલા એક પાત્રમાં ઘઉંનો લોટ લો. તેલ નાખીને સારી રીતે મિક્સ કરો. થોડું પાણી નાખીને લોટ બાંધી લો. ત્યારબાદ તેને ઢાંકીને રાખી લો.
- એક પેનમાં થોડું તેલ ગરમ કરી લો. તેમાં સમારેલ ડુંગળી, આદુ અને લસણ નાખો. જેમાં ક્રશ કરેલ ગાજર, કોબી ઉમેરો.
- હવે તેમાં સોયા સોસ, કાળી મિર્ચ અને લાલ મરચું નાખીને સારી રીતે પકાવી લો.
- તમામ શાકભાજી મિક્સ કરીને તેને પ્લેટમાં કાઢી લો.
- લોટમાંથી નાના નાના લુઆ બનાવીને તેનો મોમોઝ જેવો આકાર આપી દો. હવે તેમાં સ્ટફિંગ ભરી લો.
- હવે તમામ મોમોઝને સ્ટીમરમાં રાખી લો.
- જો સ્ટીમર ન હોય તો મોટા વાસણમાં પાણી ઉકાળીને તેમાં પણ સ્ટીમ કરી શકો છો.
- તૈયાર છે વેજ મોમોઝ
