Pani Puri Recipe: હવે ઘરે જ બનાવો બજાર જેવી ચટાકેદાર પાણીપુરી, જાણો સરળ રીત

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 02 Mar 2024 09:32 AM (IST)Updated: Sat 02 Mar 2024 09:32 AM (IST)
pani-puri-recipe-in-gujarati-292291

Pani Puri Recipe in Gujarati: આપણો ભારત દેશના તેના ફૂડ માટે જાણીતું છે. આપણા દેશના દરેક ભાગમાં અલગ-અલગ ભોજન મળે છે. જેમકે ગુજરાતમાં ખમણ-ઢોકળા, મહારાષ્ટ્રમાં મિસલ પાવ અને દક્ષિણ ભારતમાં ઈડલી-ઢોસા, આ તમામ ફૂડે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ લોકોને ખૂબ જ ગમે છે. આ સાથે આપણી ત્યાં સ્ટ્રીટફૂડ પણ ખૂબ જ ખાવામાં આવે છે. તેમાંથી એક છે સૌની મનગમતી પાણીપુરી. કેટલીક જગ્યાએ તેને ગોલગપ્પા, પુચકા અને બતાશે પણ કહેવામાં આવે છે.

ભારતમાં તમને દરેક ગલી બહાર પાણીપુરી વાળો જોવા મળી જશે. ત્યારે આજે અમે તમારી માટે લાવ્યા છે ઘરે જ બજાર જેવી ચટાકેદાર પાણીપુરી બનાવવાની સરળ રીત. જેને ખાધા પછી તમે કહેશો વાહ મજા આવી ગઈ. જાણો.

પાણીપુરી બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ
  • સોજી
  • તેલ
  • મીઠું

પુરી બનાવવાની રીત

  • સૌથી પહેલા ઘઉંના લોટમાં સોજી, મીઠું અને તેલ સારી રીતે મિક્સ કરી લો.
  • હવે તેને હથેળીની મદદથી સારી રીતે મસળી લો.
  • લોટ ભેળવી લીધા પછી તેના નાના-નાના બોલ બનાવી લો.
  • હવે તેને ભીના કપડાથી પાંચ મિનિટ સુધી ઢાંકી રાખો.
  • 5 મિનિટ પછી તેને ફ્રાય કરી લો.
  • તમારા પુરી તૈયાર છે.

પાણીપુરીનું પાણી બનાવવા માટેની સામગ્રી

  • 1 લિટર - પાણી
  • 50 ગ્રામ - ફુદીનો
  • 50 ગ્રામ - લીલા ધાણા
  • 1 નાનો ટુકડો - આદુ
  • 1 ચમચી - ચાટ મસાલો
  • 1 ચમચી - આમચૂર પાવડર
  • એક ચપટી - કાળા મરી
  • 4 - લીલા મરચા
  • 5 - ચમચી લીંબુનો રસ
  • 2 - ચમચી પાણીપુરી મસાલો
  • 3 ચમચી - આમલીનો પલ્પ
  • સ્વાદ મુજબ મીઠું

પાણી બનાવવાની રીત

  • સૌપ્રથમ મિક્સરમાં કોથમીર, ફુદીનો, લીલા મરચાં, આદુ, આમલીનો પલ્પ અને આદુના ટુકડા પીસી લો.
  • આ પેસ્ટને એક બાઉલમાં કાઢીને સાઈડમાં મૂકી દો.
  • હવે એક મોટા બાઉલમાં એક લિટર પાણી લઈ તેમાં આ પેસ્ટ મિક્સ કરી દો.
  • તેની સાથે મીઠું, કાળા મરી, ચાટ મસાલો, લીંબુ અને ગોલગપ્પા મસાલો ઉમેરી દો.
  • તેને બરાબર હલાવી જેથી બધું બરાબર મિક્સ થઈ જાય.
  • હવે પાણીને ઠંડુ થવા માટે રેફ્રિજરેટરમાં રાખી દો.

પાણીપુરીમાં વટાણા ભરો

  • પાણીપુરીમાં ભરવા માટે પહેલા વટાણાને બાફી લો.
  • બાફેલા વટાણામાં મીઠું, ચાટ મસાલો, લીલું મરચું, ગરમ મસાલો અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • હવે તેને પાણીપુરીમાં ભરીને ઠંડા પાણીથી પાણીપુરીનો સ્વાદ માણો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.