Palak Paneer Recipe: પાલકની ભાજી નથી ભાવતી? તો બનાવો પાલક પનીરનું શાક

પાલકની ભાજી અને પાલકના ભજીયા ખાધા હશે. આજે બનાવીએ પાલક-પનીરનું શાક. જોઈને મોઢામાં પાણી આવશે. આજે જરૂર ટ્રાય કરો.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Tue, 11 Feb 2025 01:05 PM (IST)Updated: Tue, 11 Feb 2025 01:05 PM (IST)
palak-paneer-recipe-in-gujarati

Palak Paneer Recipe: ઘણા લોકોને પાલકની ભાજી ભાવતી હોતી નથી. પરંતુ તેમની સામે પાલક પનીરનું શાક મુદી દો તો રોજ કરતા બે રોટલી વધારે ખાશે. આજે પાલક પનીરનું શાક કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ અહીં તમને જણાવશે.

સામગ્રી:

  • પાલક: 4 કપ (બારીક કાપેલું)
  • પનીર: 200 ગ્રામ (ટુકડાઓમાં કાપેલા)
  • ડુંગળી: 1 (બારીક કાપેલી)
  • લસણ: 4-5 કળી (બારીક કાપેલું)
  • હળદર: 1/2 ચમચી
  • લાલ મરચું પાવડર: 1/2 ચમચી (સ્વાદ અનુસાર)
  • ધાણાજીરું પાવડર: 1/2 ચમચી
  • મીઠું: સ્વાદ અનુસાર
  • તેલ: 2 ચમચી
  • કોથમીર: બારીક કાપેલી (ગાર્નિશ માટે)
naidunia_image

બનાવવાની રીત:

પાલક તૈયાર કરો:

પાલકને ધોઈને સાફ કરો અને તેને બાફી લો. બાફેલા પાલકને મિક્સર જારમાં પીસી લો અને તેને એક બાજુ રાખો. પીસવામાં તમે બે લીલા મરચા પણ ઉમેરી શકો છો.

પનીર તૈયાર કરો

પેનમાં થોડું તેલ ગરમ કરી તેમા પનીરના ટૂકડા ઉમેરી તેને સાતળી લો. બરાબર સતળાઈ જાય એટલે બહાર કાઢી લો.
તેલ ગરમ કરો:

શાકનો વઘાર કરો

પેનમાં તેલ લો. તેમાં કાપેલું લસણ ઉમેરો અને તેને સુગંધ આવે ત્યાં સુધી ફ્રાય કરો. પછી ખમણેલી ડુંગળી ઉમેરો અને તેને સોનેરી રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો.

મસાલા ઉમેરો:

હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો. તમે બીજા સ્વાદ મુજબ મસાલા ઉમેરી શકો છો.

પાલક ઉમેરો:

હવે અહીં પાલકને ઉમેરો. જો શાકની ગ્રેવી ઘાટી લાગે તો થોડું પાણી ઉમેરી શકો છો. થોડીવાર પાકવા દો.

સર્વ કરો:

ગરમા ગરમ પાલક પનીરના શાકને કોથમીરથી ગાર્નિશ કરો. પાલક પનીરને નાન, રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.