Kantola Recipe: ચોમાસામાં બનાવો એકદમ ટેસ્ટી રસાવાળું કંટોલાનું શાક, આ રેસિપી ટ્રાય કરો

કંટોલાનું શાક માત્ર ચોમાસાની ઋતુમાં બનતું હોય છે, જો તમે રસાવાળું કંટોલાનું શાક બનાવવા માંગો છો તો આજે અમે તમારા માટે આ રેસિપી લઈને આવ્યા છીએ.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 29 Jul 2025 02:58 PM (IST)Updated: Tue, 29 Jul 2025 02:58 PM (IST)
monsoon-recipe-how-to-make-kantola-nu-shaak-in-gujarati

Kantola Recipe, કંટોલાનું શાક બનાવવાની રીત: ઔષધીય ગુણોથી ભરપૂર કંટોલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે માત્ર ચોમાસામાં જ જોવા મળે છે. કંટોલાને કંટોળા કે કંકોડા પણ કહેવામાં આવે છે. કંટોલાનું શાક માત્ર ચોમાસાની ઋતુમાં બનતું હોય છે, જો તમે રસાવાળું કંટોલાનું શાક બનાવવા માંગો છો તો આજે અમે તમારા માટે આ રેસિપી લઈને આવ્યા છીએ.

કંટોલાનું શાક બનાવવા માટેની સામગ્રી

  • કંટોલા
  • લાલ મરચું પાઉડર
  • લીલું મરચું
  • ધાણાજીરું
  • જીરું
  • લસણ
  • મીઠું
  • હળદર
  • તેલ
  • પાણી

કંટોલાનું શાક બનાવવાની રીત

  • સૌ પ્રથમ કંટોલાને ધોઈ ઝીણા સમારી લો.
  • હવે એક પાત્રમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,લસણ, લીલું મરચું નાખીને સાંતળી લો.
  • હવે તેમાં કંટોલા નાખીને સાંતળો અને તેમાં હળદર, મીઠું, મરચું પાઉડર નાખીને મિક્સ કરી લો.
  • હવે તેમાં ધાણાજીરું મિક્સ કરી કંટોલાના શાકમાં નાખીને થોડીવાર પકાવો.
  • હવે તેમાં થોડું પાણી નાખીને મિક્સ કરી 5 મિનિટ સુધી સારી રીતે પકાવી લો.
  • હવે તેમાં ઉપરથી ગાર્નિશ માટે કોથમીર ઉમેરો.
  • તૈયાર છે રસાવાળું કંટોલાનું શાક, ગરમા ગરમ સર્વ કરો.